Not Set/ સુરત/ મોબાઈલ ફોનની ચોરી અને ખરીદ-વેચાણ કરતી ગેંગ ઝડપાઈ

સુરત ક્રાઈમ ની ટીમે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ તેમજ રિક્ષામાં પેસેજરો ના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી અને મોબાઈલ ખરીદી વેચારણનો પર્દાફાશ કરીને ચોરી કરતી ગેંગ સહિત ચોરીના મોબાઇલની ખરીદી કરનાર નો પણ પરદાફેશ કર્યો છે જોકે પોલીસે આરોપીઓ પાસેથી 131 ચોરીના  મોબાઈલ તેમજ રોકડ સહિત 26 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરના 16 ગુના ઉકેલવામાં સફળતા મળી છે. […]

Gujarat Surat
31kihun02 accki01bikeaccident.jp 2 સુરત/ મોબાઈલ ફોનની ચોરી અને ખરીદ-વેચાણ કરતી ગેંગ ઝડપાઈ

સુરત ક્રાઈમ ની ટીમે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ તેમજ રિક્ષામાં પેસેજરો ના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી અને મોબાઈલ ખરીદી વેચારણનો પર્દાફાશ કરીને ચોરી કરતી ગેંગ સહિત ચોરીના મોબાઇલની ખરીદી કરનાર નો પણ પરદાફેશ કર્યો છે જોકે પોલીસે આરોપીઓ પાસેથી 131 ચોરીના  મોબાઈલ તેમજ રોકડ સહિત 26 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરના 16 ગુના ઉકેલવામાં સફળતા મળી છે.

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચીંગના બનાવો સતત વધી રહ્યા હતા ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઇલની ચોરી કરતી અને મોબાઈલ નું સ્નેચિંગ કરતી ટોળકી તેમજ ચોરીના મોબાઈલ ખરીદ-વેચાણના ઓર્ગેનાઈઝ રીતે ગુના આચરતી ટોળકીના નેટવર્ક નો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટી ટીમે બાતમીના આધારે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઇલની ચોરી કરનાર ટોળકી ના ૭ આરોપીઓની ધરપકડ કરી છે આ પકડાયેલી બેંક પાસેથી પોલીસે કુલ ૧૩૧ અલગ અલગ કંપનીના મોબાઈલ , 13 લાખથી વધુના રોકડા રૂપિયા ,એક રૂપિયા ગણવાનું મશીન ઓટો રીક્ષા સહિત કુલ 26 લાખથી વધુનો  મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આ પકડાયેલા આરોપી અજરૂડીન નિઝામ શેખ,સાદિક શકીલ શેખ,કલીમ સલીમ શેખ,રીક્ષાડ્રા ઇવર હાંફીસખાન.ઈરફાન મન્સૂરી,ઇમરાન મન્સૂરી, તેમજ  ચોરી ના મોબાઈલ ની ખરીદી કરનાર જુનેદ ઉર્ફે ખારક અસલમ કાપડીયાની ધરપકડ કરીને શહેરના કુલ 16 થી વધુ મોબાઇલ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મહત્વની વાત એ છે આ પકડાયેલ 7 આરોપી પૈકી 6 આરોપી શહેર માં રાહદારીનો બાન માં લઈને મોબાઈલ ફોન ની ચોરી તેમજ સ્નેચિંગ કરતા હતા અને બાદ માં ચોરી કરેલા મોબાઈલ ફોન ની ખરીદી જુનેદ કરતો હતો  ત્યારે આ સમગ્ર રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પર્દાફાશ કરી આ ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી આપ્યા છે.

આ પકડાયેલ આરોપી ટોળકી 10 જેટલા સાગરીતો છે તેઓ શહેરમાં રિક્ષામાં મુસાફરો બેસાડીને મોબાઇલની ચોરી કરતા હતા એટલું નહિ પણ ધૂમ સટાઇલ માં રાહદારીઓને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લેતા હતા. જોકે ઝૂંટવી લીધા બાદ જુનેદ નામના યુવક મોબાઈલ પણ વેચી દેતા હતા અને જુનેદ નામનો આરોપી આ ટોળકી  પાસેથી ચોરીના મોબાઈલ ની ખરીદી કરીને જથ્થા બંધ મોબાઈલ મમુ કાસીલ મમુ બોટાદ નામના યુવક વેચી મારતો હતો. આ નેટવર્કનો પોલીસે આખરે પર્દાફાશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.