surat news/ સુરત પોલીસે કરી NDPS ગુનાના બે આરોપીઓની ધરપકડ

શહેરમાં નશીલા પદાર્થ વેચાણ સામે લાલ આંખ કરવાં આવી રહી છે, સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY ” અભિયાન ચાલુ કરવામાં આવેલું છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 31T180436.905 સુરત પોલીસે કરી NDPS ગુનાના બે આરોપીઓની ધરપકડ

Surat news: શહેરમાં નશીલા પદાર્થ વેચાણ સામે લાલ આંખ કરવાં આવી રહી છે. સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY ” અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે. ઉધના પોલીસે NDPS ગુનાના બે આરોપીઓને ઝડપી પાડી ગેરકાયદેસર conax-T નામની 240 સીરપ જપ્ત કરી છે

ઉધના પોલીસના સર્વલેન્સની ટિમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઉધના નવસારી રોડ લક્ષ્‍મીનારાયણ મંદિર સામે જાહેર રોડ પર બે ઇસમો નશામાં ઉપયોગમાં લેવાતી ગેરકાયદેસર conax-T નામની સીરપ લઇ પસાર થવાના છે.જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને સચીન શંભુલાલ ખત્રી, રૂષિકેશ આધારભાઈ મુટેકર ને ઝડપી પડ્યો હતો.પકડાયેલા આરોપીઓ પાસે થી નશો કરવામા ઉપયોગમા લેવાઈ રહેલી (conax-T) સીરપની 240 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજ 36,000 થાય છે.

સાથે આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-૦૨ તથા રોકડા રૂપિયા 21,900/- તથા મોપેડ ગાડી સાથે કુલ્લે રૂપીયા 1,87,900/-ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું હતું, .સીરપનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો, આ સીરપનો ઉપયોગ નશાના આદિનોને આર્થિક લાભ માટે આપવામાં આવતું હતું, ઘટના ના પગલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી સીરપનું વેચાણ કોને કરતા ક્યાંથી લાવતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી