ટ્રાફિક નિયમ ભંગ કરનાર સાવધાન/ સુરતમાં RTOએ છેલ્લા 4 વર્ષમાં 2997 લોકોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા, રોંગ સાઈડ વાહન હંકારનારા અને ડેન્જરસ ડ્રાઈવિંગ કરનારા 955 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા.

Gujarat Surat
RTO

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ અને આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રોંગ સાઈડ પર વાહન ચલાવતા અથવા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા અથવા તો ગફલત ભરી રીતે વાહન ચલાવતા 2997 લોકોના લાયસન્સ છેલ્લા ચાર વર્ષમાં 90 દિવસ માટે આરટીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકના નિયમોને લઈને વાહન ચાલકોમાં જાગૃતતા આવે તેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી રસ્તા પર રફ ડ્રાઇવિંગ કરનારા લોકો સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત પોલીસ અને આરટીઓ દ્વારા લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતિ આવે તેટલા માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા છે. બાળકોને પણ ટ્રાફિક નિયમ અંગે શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. છતાં પણ લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃતતા ન આવી હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ સુરતીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો દંડ ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ફરે છે. ત્યારે હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનું ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ બાઇકે ફોન પર વાત કરનારા, રોંગ સાઈડમાં વાહન ચલાવનારા અને ગફલત ભરી રીતે વાહન ચલાવતા લોકો સામે હવે તેમના લાઇસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે 2023ના વર્ષમાં અત્યાર સુધીમાં 955 જેટલા વાહન ચાલકોના લાઇસન્સ સુરત આરટીઓ દ્વારા 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા ચાર વર્ષ દરમિયાન સુરત આરટીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાત કરવામાં આવે તો 2020માં સુરત આરટીઓ દ્વારા શરૂ ચાલુ બાહને મોબાઈલ ફોનમાં વાત કરતા અથવા તો ઓવર સ્પીડમાં વાહન ચલાવતા અથવા તો રોંગ સાઈડમાં વાહન ચલાવતા 431 જેટલા લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

2021માં 777 લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2022માં 834 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 2023ના 6 મહિનાના સમયમાં જ 955 લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે છેલ્લા 4.વર્ષના સમયમાં સૌથી વધારે લાઇસન્સ સસ્પેન્ડ 2023માં કરવામાં આવ્યા છે. તો માર્ચ 2023 પછી દર મહિને સરેરાશ 150 જેટલા લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી સુરત આરટીઓ દ્વારા કરવામાં આવી છે. એટલે કે જે વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે 90 દિવસ સુધી હવે પોતાનું વાહન ચલાવી શકશે નહીં.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા