RTO/ સુરત RTOની કાર્યવાહી માત્ર નામપૂરતી, વિદ્યાર્થીઓ સાથે કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા RTOએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, અને નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને મેમો ફટકાર્યો હતો, પરંતુ નિયમોનું પાલન ન….

Top Stories Gujarat Surat
Image 2024 06 16T130031.360 સુરત RTOની કાર્યવાહી માત્ર નામપૂરતી, વિદ્યાર્થીઓ સાથે કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

@પૂજા નિષાદ

Surat News: સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા RTOએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, અને નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને મેમો ફટકાર્યો હતો, પરંતુ નિયમોનું પાલન ન કરનાર સામે માત્ર મેમો આપીને સંતોષમાની લેવામાં આવી રહ્યું છે, જેની સામે સુરતના અનેકો વિસ્તારમાં આરટીઓના વાહન દેખાતાની સાથે ચાલકો પલાયન કરી રહ્યા છે.

RTO વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ ટીમ બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા. શાળામાં લઈ જતા વાહનોને ખાસ ચેક કરવામાં આવ્યા હતા. જે પ્રકારે સ્કૂલ માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે નિયમોનું પાલન વાહનચાલક દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ? તે તપાસવામાં આવ્યું હતું. શાળાએ જતી વખતે જ RTO દ્વારા સ્કૂલ વાનને ઉભી રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં RTO એ ત્રણ દિવસમાં 97 સ્કૂલ વાહનચાલકોને મેમો ફટકાર્યો હતો અને ખાનગી વાહનમાં સ્કૂલ વર્ધી ફેરવતા 35 વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો જેમાં મોટાભાગના વાહન ચાલકો પ્રાઈવેટ વ્હીકલ વાળા હતા, 5 ટેક્સી પાર્સિંગ હોવા છતાં સ્કૂલ વર્ધીના અન્ય નિયમોનું પાલન નહીં કરાયું હોવાથી દંડાયા હતા.

WhatsApp Image 2024 06 16 at 12.57.33 PM સુરત RTOની કાર્યવાહી માત્ર નામપૂરતી, વિદ્યાર્થીઓ સાથે કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

સુરતમાં RTO ની પ્રક્રિયા પોકળ સાબિત થતી જોવા મળી રહી છે, સુરતના અઠવા-ઉમરામાં આરટીઓના વાહન દેખાતાની સાથે ચાલકો પલાયન કરી મેમોથી બચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સુરતમાં RTOની કામગીરી સામે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે, નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્કુલવાન ચાલકોને માત્ર દંડ અને માત્ર મેમો આપી RTOની ટીમે સંતોષ માની રહી છે, મેમો બાદ પણ સ્કુલ વાન ચાલકો નિયમ પાળશે તેની શુ ગેરંટી તે પણ એક સળગતો પ્રશ્ન છે, ત્યારે નિયમોનું ઉલંઘન કરનારા સામે વાન જપ્ત કરવાની કાર્યવાહી RTO કેમ ન કરી રહી તે પણ સવાલો ઉભા થયા છે, સ્કુલવાનમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સાથે કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ?



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં પત્નીનાં વિરહમાં પતિનો આપઘાત

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ