Not Set/ સુરત: સર્વિસ રોડ બન્યો પાર્કિગ રોડ, ખાનગી કંપનીના ટ્રકોની દાદાગીરી

સુરતના હજીરા રોડ પર અવાર-નવાર ટ્રાફિક અને અકસ્માતોના બનાવો બનતા હતા. જેના ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અહીં સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ સર્વિસ રોડનો કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પોપ્યુલેશનની સંખ્યા ખુબ જ વધતી જાય છે. જેની સાથે-સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ત્યારે આવી પરિસ્થિતિઓમાં રોડ પર […]

Top Stories Gujarat Surat
દ્સ્તોઇસ્ત્ગ્લfioghlkjf સુરત: સર્વિસ રોડ બન્યો પાર્કિગ રોડ, ખાનગી કંપનીના ટ્રકોની દાદાગીરી

સુરતના હજીરા રોડ પર અવાર-નવાર ટ્રાફિક અને અકસ્માતોના બનાવો બનતા હતા. જેના ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અહીં સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ સર્વિસ રોડનો કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં પોપ્યુલેશનની સંખ્યા ખુબ જ વધતી જાય છે. જેની સાથે-સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ત્યારે આવી પરિસ્થિતિઓમાં રોડ પર ટ્રાફિક જામ, અકસ્માત જેવા બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.

ત્યારે સુરતના હજીરા રોડ પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવો વધતા નજર આવ્યા છે. જેના માટે અહીંના રહીશો દ્વારા જવાબદાર  અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. જેથી સરકાર દ્વારા તેમની રજુઆતોને માન્ય રાખી હજીરા રોડ પર સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

ખાસ કરીને હજીરા રોડ ઘણી બધી ખાનગી કંપનીઓ આવેલી છે. જેને લઈને પણ ટ્રાફિક સમસ્યા વધે છે. કારણ કે અહીં સરકાર દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. તેનો આ બધી કંપનીઓ દ્વારા દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં ખાનગી કંપનીઓનાં  ટ્રકો દિવસભાર ઉભા રાખવામાં આવે છે.

જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી કંપનીઓના વાહનોએ સર્વિસ રોડને પાર્કિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેથી અહીંના રહીશોને ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા અત્યારે પણ પહેલાની જેમ જ આવી રહી છે. અહીંના રહીશો ખાગની કંપનીઓ દ્વારા આ પ્રકારની સમસ્યાઓ ઉભા ન થાય, અને ખાનગી ટ્રકો ઉભા ન  રાખે તે માટે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી રહયા છે.