Not Set/ સુરતમાં સ્ટન્ટ વીડિયો બનાવવો કિશોરને પડ્યો ભારે, ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ

આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરવા એ જાણે શોખ બની ગયો છે. હાલ સ્કૂલોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થી ઘરે રહીને સ્ટન્ટ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર બનાવીને પોસ્ટ કરી રહ્યા છે.

Gujarat Surat
A 145 સુરતમાં સ્ટન્ટ વીડિયો બનાવવો કિશોરને પડ્યો ભારે, ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ

આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરવા એ જાણે શોખ બની ગયો છે. હાલ સ્કૂલોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થી ઘરે રહીને સ્ટન્ટ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે ક્યારે આ સ્ટન્ટ વીડિયો તેમના મોતનું કારણે પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જ્યાં એક 8 નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો હતો. આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષનો મીત ઘરની બાલ્કનીમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સામાન્ય રીતે મીત ગેલેરીમાં જ સ્ટન્ડ અને ડાન્સના વીડિયો બનાવતો હતો. મંગળવારે પણ તે ઘરની બાલ્કનીમાં વીડિયો બનાવી રહ્યો હતો. જોકે, લાંબા સમય સુધી તે ઘરની અંદર ન આવતા મીતને બહેન બાલ્કનીમાં તપાસ માટે ગઈ હતી. આ દરમિયાન તેણે મીતને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. મીતને આ હાલતમાં જોઈને તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ગેલેરીમાં એક ખીલા સાથે દોરી બાંધેલી હતી અને આ દોરીથી મીત ફાંસો ખાધેલી હાલતમાં પડ્યો હતો.

ઘરની બાલ્કની મીતની ફેવરીટ જગ્યા હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો. છેલ્લા એક વર્ષમાં મીતે 500 જેટલા વીડિયો બનાવ્યા હશે.

આ પણ વાંચો :માસુમ એડોનને હજુ પણ તેની માતાના ફોનની રાહ…પતિ સંતોષે જણાવી આંસુ સાથે વાત

મીતના પિતા અશ્વિનભાઈ વીરડિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કેરાળા ગામના વતની છે. તેઓ સરથાણાની માનસરોવર સોસાયટી ખાતે પરિવાર સાથે રહે છે. અશ્વિનભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેમાંથી મીતની ઉંમર 13 વર્ષ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મીતને ડાન્સ, સ્ટન્ટ અને ગીત ગાવાનો ખૂબ શોખ હતો. મીતના પિતા એમ્બ્રોઈડરનું ખાતું ધરાવતા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો :આજે કેટલાક રાજ્યો ઉપર વાવાઝોડાનું જોખમ

majboor str 9 સુરતમાં સ્ટન્ટ વીડિયો બનાવવો કિશોરને પડ્યો ભારે, ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ

ચોંકાવનારી બાબત એ છે કે, મીતે એક જ વર્ષમાં 500 થી વધુ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું…’ એવા ડાયલોગ્સ સાથે પણ મીતના વીડિયો છે. જેના પર તેના માતાપિતાએ ક્યારેય ધ્યાન ન આપ્યું. ત્યારે એકનો એક પુત્ર ગુમાવનાર પિતા અશ્વિનભાઈ કહે છે કે, મીતને એક્ટિવીટીનો બહુ જ શોખ હતો. બેટરી ભેગી કરી લાઈટ બનાવવી, સ્ટન્ટ કરવા, કસરત કરવી એ બધા શોખના વીડિયો તે બનાવતો. ફોનમાં ઘણી એપ્લિકેશન હતી તેમાં તે વીડિયો અપલોડ કરતો હતો.

આ પણ વાંચો :કાનપુરની ચાર ફેક્ટરીઓ અને ગોડાઉનમાં ભીષણ આગ, ડ્રમ ફાટતા ધડાકાઓથી લોકોમાં ભય

ગઈકાલે તે દૂરબીન લઈને કંઈક કરવા ગયો અને માથામાં ઈજા થઈ અન દોરી ગળામાં લટકી ગઈ. ત્રણ ચાર દિવસ પહેલા જ મેં તેને ના પાડી હતી. હાલ વેકેશન હોવાને કારણે તે ફ્રી હતો. તેથી આવા સ્ટન્ટ  કરતો હતો. જેમના બાળકો આવા સ્ટંટ કરતા હોય તેમને મારી સલાહ છે કે, બાળકોના આવા વીડિયો જોઈએ છીએ ત્યારે સારુ લાગે છે, પણ પોતાના બાળકોનુ ધ્યાન રાખો કે આવા કોઈ સ્ટંટ ન કરે.

kalmukho str 10 સુરતમાં સ્ટન્ટ વીડિયો બનાવવો કિશોરને પડ્યો ભારે, ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ