ટીવીમાં થયો વિસ્ફોટ/ સુરતમાં ચાલુ ટીવીમાં અચાનક થયો બ્લાસ્ટ, મચી ભાગદોડ

સુરતના લિંબાયત વિસ્તારમાં એક મકાનમાં ટીવીમાં બ્લાસ્ટ ની સાથે આગ લાગવાની ઘટના બની હતી ટીવીમાં બ્લાસ્ટ થયા બાદ ઘરમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા

Gujarat Surat
Untitled 55 સુરતમાં ચાલુ ટીવીમાં અચાનક થયો બ્લાસ્ટ, મચી ભાગદોડ

@અમિત રૂપાપરા 

  • સુરતના લિબાયત વિસ્તારમાં બ્લાસ્ટ
  • ગોવિદનગર ખાતે એક મકાનમાં ટીવી બ્લાસ્ટ થયો
  • જૂના ટીવીમાં થયો હતો બ્લાસ્ટ
  • ઘટનામાં કોઈ જાનહાની નહીં
  • ઘરમાંથી ધૂમડા નીકળતા લોકો ઘર બહાર એકઠા થયા

ઘણી વખત મોબાઇલમાં કે પછી અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે તેને સુરતના લિંબાયત વિસ્તારમાં એક મકાનમાં ટીવીમાં બ્લાસ્ટ ની સાથે આગ લાગવાની ઘટના બની હતી ટીવીમાં બ્લાસ્ટ થયા બાદ ઘરમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને તાત્કાલિક જ સ્થાનિક લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને ફેલાવવા દીધી ન હતી તો આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

Untitled 56 સુરતમાં ચાલુ ટીવીમાં અચાનક થયો બ્લાસ્ટ, મચી ભાગદોડ

ટીવીમાં બ્લાસ્ટ થવાની ઘટના સુરતના લિંબાયત વિસ્તારના ગોવિંદ નગરની છે ગોવિંદ નગરમાં આવેલા એક મકાનમાં જ્યારે જૂનું ટીવી શરૂ હતું તે સમયે એક જ આ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો ટીવીમાં બ્લાસ્ટ થવાથી કાળા ધુમાડાના ગોટેગોટા ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા તેથી તાત્કાલિક જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા અને બ્લાસ્ટ બાદ તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેથી આગ વધુ ન ફેલાય. સ્થાનિક લોકોની સજાગતાના કારણે ઘરમાં આગ ફેલાઈ ન હતી અને તો રાહતની વાત એ છે કે સદ નથી બે આ ઘટનામાં પરિવારના કોઈ સભ્યને ઈજા થવા પામી ન હતી.

મહારાષ્ટ્ર ના રહેવાસી છે. માતા સાથે આ ઘરમાં રહે છે. લુમ્સના કારખાનામાં સુપર વાઇઝર તરીકે કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. બ્લાસ્ટ થયેલું ટીવી વીડિયોકોન કંપનીનું અને 10 વર્ષ જૂનું હતું. જોકે હાલ પરિસ્થિતિ સામાન્ય છે. ઘટના બાદ આગ કંટ્રોલ થઈ જતા ફાયરને જાણ કરાઈ નહોતી.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ