Not Set/ સુરત / અનોખા ઇકો ફ્રેન્ડલી લગ્ન, જાણો કેમ છે આ લગ્ન ઇકો ફ્રેન્ડલી…?

સુરત માં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. અનોખા એટલા માટે કારણકે આ લગ્નમાં અતિથિ તરીકે ગૌમાતા આવશે. અને ગૌમાતાને સાક્ષી માની ને વર અને વધુ સાત ફેરા લેશે. આ લગ્ન અનોખા એટલા માટે પણ છે કારણકે આ લગ્નમાં પધારેલા મહેમાનો ને પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યા એ માટીના ગ્લાસમાં પાણી અને જ્યુસ આપવામાં આવશે. આને […]

Gujarat Surat
સુરત 7 સુરત / અનોખા ઇકો ફ્રેન્ડલી લગ્ન, જાણો કેમ છે આ લગ્ન ઇકો ફ્રેન્ડલી...?

સુરત માં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. અનોખા એટલા માટે કારણકે આ લગ્નમાં અતિથિ તરીકે ગૌમાતા આવશે. અને ગૌમાતાને સાક્ષી માની ને વર અને વધુ સાત ફેરા લેશે. આ લગ્ન અનોખા એટલા માટે પણ છે કારણકે આ લગ્નમાં પધારેલા મહેમાનો ને પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યા એ માટીના ગ્લાસમાં પાણી અને જ્યુસ આપવામાં આવશે. આને માટે કુંભારને 5000 ગ્લાસનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

Related image

આ એક નવો જ કોન્સેપ્ટ છે. વર અને વધુ બન્ને શહેરના જાણીતા ઉદ્યોગપતિના સંતાનો છે. અને તેમના લગ્નમાં ઘણા વી આઈ પી ગેસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું આ લગ્નમાં આકર્ષણનું કેન્દ્ર ગૌમાતા જ હશે. ગૌમાતાને હિન્દૂ સાંસ્કૃતિમાં પરમ પૂજ્ય માનવામાં આવે છે. અને તેમના આશીર્વાદ થી આ લગ્ન થશે. ઉપરાંત આ લગ્નની કંકોત્રી પણ સંસ્કૃતમાં છાપવામાં આવી છે. જે પણ આપણી  ભારતીય સંસ્કૃતિણે જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે.

Image result for drinking water from clay pot

ઉપરાંત આ લગ્ન ઇકો ફ્રેંડલી રીતે કરવામાં આવશે. કારણકે કોઈ પણ લગ્નમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના ગ્લાસનો વપરાશ થતો હોય છે. જે પર્યાવરણ ને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે. ત્યારે આ લગ્નમાં પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યાએ માટીના ગ્લાસમાં પાણી અને જ્યુસ આપવામાં આવશે. જેથી કુંભારને પણ રોજગારી મળે અને પર્યાવરણને પણ નુકશાન ન થાય. અને મુખ્ય કારણ તો સમાજ માં દાખલો બેસે અને અન્ય લોકો જો પ્રસંગનું અનુકરણ કરે તો લગ્ન જેવા પ્રસંગે પર્યાવરણને પ્લાસ્ટિક થી થતા નુકશાન થી બચાવી શકાય છે.  અથવા થોડે ઘણે અંશે રોકી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.