Surendranagar/ ધ્રાંગધ્રામાં બાલા હનુમાન મંદિરનાં મહંતની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકે હત્યા કેસનો એપિક સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં છેલ્લા આઠ દિવસમાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે.

Gujarat Others Videos
હત્યા
  • સુરેન્દ્રનગર : બાલા હનુમાનજીના મંદિરના મહંતની હત્યા
  • 5 શખ્સોએ મંદિર પરિસરમાં જ કરી મહંતની હત્યા
  • તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરાઇ

Surendranagar News: ધાંગધ્રાના કુડા રોડ પર બાલા હનુમાનજી મંદિરના પૂજારીની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે.  આ સાથે મંદિરના અન્ય એક સેવકને પણ માર મારવામાં આવ્યો છે. આ પૂજારીને અજાણ્યા શખ્યોએ તીક્ષ્ણ હથિયારો વડે પૂજારીની હત્યા કરીને ફરાર થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મહત્ત્વનું છે કે, લૂંટના ઈરાદે મહંતની હત્યા થઈ હોવાની શંકાને પગલે પોલીસે 5 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કુડા રોડ પર આવેલા પૌરાણીક બાલા હનુમાનજી મંદિરના 50 વર્ષના મહંત દયારામભાઇ ઉર્ફે વિજયગીરી બાપુની ગત મોડી રાત્રે હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બુધવારે મોડી રાત્રે અજાણયા શખ્સોએ બાલા હનુમાનના મહંતની હત્યા નીપજાવીને ફરાર થઇ ગયા છે.

આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને તપાસ કરતા બાળા હનુમાન મંદિરના મહંત દયારામ ઉર્ફે વિજયગીરીબાપુને કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં છાસવારે હવે હત્યાઓ થવા લાગી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે છેલ્લા આઠ દિવસમાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે મહંતને મંદિર પરિસરમાં જ હથિયાર ના ઘા જીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને પોલીસ કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણકે પોલીસનો ડર હવે બિલકુલ ગુનેગારોમાં ન રહ્યો હોય તેવા પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગરમાં બની રહ્યા છે મહંતની હત્યાનું કારણ અકબંધ છે પોલીસ તંત્ર દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હજુ સુધી હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું