Not Set/ અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો, જાણો શું થયુ પછી

તમે કોઇ જગ્યાએ જઇ રહ્યા છો અને અચાનક તમારા ઉપર પૈસાનો વરસાદ થાય ત્યારે તમારી ખુશીની સીમા નહી રહે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવીશુ, જો કે અહી પૈસાનો વરસાદ નહોતો પણ તેનાથી જોડાયેલો જ એક બનાવ બન્યો હતો. જેણે ત્યા હાજર દરેકને હેરાન કરી દીધા હતા. ઘટના એક રેલ્વે સ્ટેશનની છે […]

World
atm machine અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો, જાણો શું થયુ પછી

તમે કોઇ જગ્યાએ જઇ રહ્યા છો અને અચાનક તમારા ઉપર પૈસાનો વરસાદ થાય ત્યારે તમારી ખુશીની સીમા નહી રહે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવીશુ, જો કે અહી પૈસાનો વરસાદ નહોતો પણ તેનાથી જોડાયેલો જ એક બનાવ બન્યો હતો. જેણે ત્યા હાજર દરેકને હેરાન કરી દીધા હતા. ઘટના એક રેલ્વે સ્ટેશનની છે જ્યા બિટકોઇન મશીનથી 20 પાઉંડનાં નોટ અચાનક નિકળવાના શરૂ થઇ ગયા હતા.

મશીનમાંથી 20 પાઉંડની નોટ નિકળવાનો કિસ્સો લંડનનાં બેન્ડ સ્ટ્રીટ ટ્યૂબ સ્ટેશનનો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક સિક્ટોરિટીનો માણસ લોકોને ભીડને મશીનથી દૂર કરી રહ્યો છે. જ્યારે તે મશીનની નજીક ઉભો રહેલો એક વ્યક્તિ મશીનથી નિકળી રહેલા પૈસાને બેગમાં ભેગા કરી રહ્યો હતો. 20 સેકન્ડનો આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મશીનમાંથી સતત પૈસા નિકળી રહ્યા છે. મશીનથી નિકળેલા પૈસા જમીન પર પડેલા પણ દેખાઇ રહ્યા છે.

Bitcoin ATM Machine 1 અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો, જાણો શું થયુ પછી

એટીએમથી પૈસાનો વરસાદ થઇ રહેલો વીડિયો અત્યાર સુધીમાં ઘણા લોકો જોઇ ચુક્યા છે. આ મામલે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, આ મશીનની જૈકપોટિંગ બગથી ટક્કર થઇ અને આ કારણે તેમાથી મોટી સંખ્યામાં પૈસા નિકળી રહ્યા હતા. જે કંપનીની આ મશીન છે તે કંપનીનું આ મામલે કહેવુ છે કે, મશીનથી એટલા માટે નોટ નિકળવા લાગ્યા કારણ કે, કોઇ વ્યક્તિ મશીનથી મોટી માત્રામાં પૈસા નિકાળી રહ્યો હતો. વળી બિટકોઇન ટેકનોલોજીનાં માલિકનું કહેવુ છે કે, મશીન બ્રિટેનની નાનો નોટોને સંભાળવા માટે સંઘર્ષ કરી રહી છે.

ઉલ્લખનીય છે કે, પૈસાને આ રીતે જમીન પર પડતા જોઇ કોઇનું પણ મન થાય કે આ પૈસા તેને મળી જાય. ત્યારે કંપનીએ આ પ્રકારની મશીન વિશે વિચાર કરી તેને ચેન્જ કરી અથવા તેમા થોડો બદલાવ કરવો જરૂરી બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.