કચ્છ/ કંડલા પોર્ટને મેગા પોર્ટ બનાવવાનું લક્ષ્ય : કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ

મેરિટાઈમ મિશન 2030 સુધીમાં આ પોર્ટને મેગા પોર્ટ બનાવવા માટેનો જે લક્ષ્ય છે તે સાકાર કરવામાં આવશે.

Top Stories Gujarat Others
સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસીય કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે મંગળવારે બીજા દિવસે તેઓ કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા. તેમણે સવારે 10.25 વાગ્યે કંડલા પોર્ટ પહોંચીને બીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. તેમણે સવારે નેવિગેશનલ ચેનલ, વોટરફ્રન્ટ અને પોર્ટ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કાર્ગો જેટ્ટી નંબર 16ની લાસ્ટ બર્થની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી તેઓએ કંડલા પર વીટીએમએસ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સોલ્ડ પેન લેન્ડ્સ અને તુણા સેટેલાઈટ પોર્ટનું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલે કંડલા ખાતે રોડ-ઓવર બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને આ વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ ગણાતો એવો આ રોડ-ઓવર બ્રિજના ઇન્ફ્રા પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

કંડલા પોર્ટને મેગા પોર્ટ બનાવવાનું લક્ષ્ય હાંસિલ કરવામાં આવશે તેવું સર્બાનંદ સોનોવાલ એ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,આજે આ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કે જે દેશના પહેલા સ્થાને આવે છે તે પોતાના કર્મોને લીધે અને જનતાના સહયોગના લીધે આજે વિશેષ રીતે પોતાની પહેચાન બનવવામાં સફળ થયું છે. અને મેરિટાઈમ મિશન 2030 સુધીમાં આ પોર્ટને મેગા પોર્ટ બનાવવા માટેનો જે લક્ષ્ય છે તે સાકાર કરવામાં આવશે. અને આ લક્ષ્ય હાંસિલ કરવા માટે જે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની જરૂરિયાત હોય ભલે ને તે પછી દરેક જેટી માટેની હોય કે પછી મલ્ટી મોડલ કનેક્ટિવિટી હોય તમામ વ્યવસ્થાને વધારવા માટે અમે કટિબદ્ધ છીએ.અને આગમી દિવસોમાં એજ લક્ષ્ય રહેશે કે આ પોર્ટના માધ્યમથી જેટલું શક્ય હોય તેટલી સર્વિસ અને સુવિધાઓ વિકસાવવામાં આવે જેથી દેશના અર્થતંત્રને વેગ મળે અને દેશ આત્મનિર્ભર બને.

National / મિશન 2022 માટે નવું સૂત્ર આપ્યાના થોડા કલાકો બાદ પ્રિયંકાને યુપીમાં મોટો  ફટકો

આર્યન ખાન ગૂગલ કીવર્ડ્સ / શું ગૂગલે ‘આર્યન ખાન’ થી સંબંધિત કીવર્ડ્સ દુર કર્યા ? શા માટે સર્ચમાં આવતા નથી

ગુજરાત / રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ કર્યું જાહેર, 33 ટકાથી વધુ નુકસાન થયેલ ખેડૂતોને સહાય