Not Set/ ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ

WTC ની ફાઇનલમાં 4 વિકેટ ઝડપીને મોહમ્મદ શમીએ મોટો રેકોર્ડ બનાવ્યો છે.

Sports
2 216 ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 4 વિકેટ ઝડપીને મોહમ્મદ શમીએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. શમી આઈસીસી ફાઇનલમાં ભારત માટે 4 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડની પ્રથમ ઈંનિંગ્સ 249 રનમાં સમેટી દીધી હતી. જેમા ખાસ મોહમ્મદ શમીની મોટી ભૂમિકા રહી છે.

2 217 ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ

ક્રિકેટ ન્યૂઝ / એવુ તે શું થયુ કે મોહમ્મદ શમીએ પોતાના શરીર પર લપેટ્યો ટુવાલ?

આ પહેલા શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ મોહિન્દર અમરનાથનાં નામે હતો. 1983 નાં વર્લ્ડ કપ ફાઇનલમાં મોહિન્દર અમરનાથે 12 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આ પછી, ઇરફાન પઠાણે 2007 ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 16 રન આપીને 3 વિકેટ લેવાનું શાનદાર કામ કર્યું હતું. આરપી સિંહે 2007 વર્લ્ડ ટી-20 ફાઇનલમાં 26 રન આપીને 3 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, વેંકટેશ પ્રસાદે વર્ષ 2000 માં રમાયેલી ચેમ્પિયનશિપ ફાઇનલમાં 27 રનમાં 3 વિકેટ ઝડપી હતી. 2002 નાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હરભજન સિંહે 27 રનમાં 3 વિકેટ ઝડપી હતી. 1983 નાં વર્લ્ડ કપની ફાઇનલમાં મદન લાલએ 31 રનમાં 3 વિકેટ ઝડપી હતી. વળી, ભારતીય ફાસ્ટ બોલર ઝાહિર ખાને 2011 નાં વર્લ્ડ કપ ફાઇનલમાં 44 બોલમાં 3 વિકેટ ઝડપી હતી.

2 218 ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ

ક્રિકેટ / દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ટેસ્ટ શ્રેણી જીતી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં શમીએ રોસ ટેલર, વોટલિંગ, કૈન જેમ્સન અને કોલિન ડી ગ્રેન્ડહોમને આઉટ કરીને પોતાની શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યુ હતુ. આપને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડ ટીમનાં કેપ્ટન કેન વિલિયમસન આશ્ચર્યજનક બેટિંગ કરી રહ્યો હતો અને ક્રીઝ પર એક દિવાલ બનીને ઉભો રહી ગયો હતો. વિલિયમ્સને 177 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. ઇશાંત શર્માએ વિલિયમસનની ટૂંકી પરંતુ સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સનું પૂર્ણ વિરામ કર્યુ હતુ. ન્યઝીલેન્ડની ટીમની પ્રથમ ઈંનિગ 249 રનમાં સમેટાઈ ગઇ હતી. ન્યુઝીલેન્ડે ભારત પર 32 રનની નિર્ણાયક લીડ મેળવી. ભારત તરફથી ઇશાંતે 3 અને શમીએ 76 રનમાં 4 વિકેટ લીધી હતી. અશ્વિને 2 અને જાડેજાને 1 વિકેટ મળી હતી.

kalmukho str 10 ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ