Not Set/ હુવાવે Mate 20 Pro માં હશે AI સિનેમા ફીચર, અહીં જાણો ખૂબીઓ

ચીનની સ્માર્ટફોન કંપની હુવાવે મેટ સિરીઝના નવા સ્માર્ટફોનને AI રિયલ ટાઈમ સિનેમા ફીચર સાથે લોન્ચ કરશે. આ નવા ફીચરમાં યુઝર્સને AI કલર, બેકગ્રાઉન્ડ બ્લર, સસ્પેન્સ અને વિન્ટેજ જેવા ઓપ્શન આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર દ્વારા યુઝર્સને પહેલા કરતા સારો મુવી આસ્પેક્ટ રેશિયો મળશે. આ આસ્પેક્ટ રેશિયો 21:9 હશે. જેનાથી વ્યૂઇંગ ઘણું […]

Trending Tech & Auto
હુવાવે Mate 20 Pro માં હશે AI સિનેમા ફીચર, અહીં જાણો ખૂબીઓ

ચીનની સ્માર્ટફોન કંપની હુવાવે મેટ સિરીઝના નવા સ્માર્ટફોનને AI રિયલ ટાઈમ સિનેમા ફીચર સાથે લોન્ચ કરશે. આ નવા ફીચરમાં યુઝર્સને AI કલર, બેકગ્રાઉન્ડ બ્લર, સસ્પેન્સ અને વિન્ટેજ જેવા ઓપ્શન આપવામાં આવશે.

કંપનીએ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર દ્વારા યુઝર્સને પહેલા કરતા સારો મુવી આસ્પેક્ટ રેશિયો મળશે. આ આસ્પેક્ટ રેશિયો 21:9 હશે. જેનાથી વ્યૂઇંગ ઘણું સારું થઇ જશે. સાથે જ કેમેરામાં સબ્જેક્ટના કલરને આઇસોલેટ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવશે, જેનાથી તસવીરો કંઈક આવી દેખાશે …

Master 3 e1542377743854 હુવાવે Mate 20 Pro માં હશે AI સિનેમા ફીચર, અહીં જાણો ખૂબીઓ
mantavyanews.com

સ્પેસીફીકેશનની વાત કરીએ, તો હુવાવે મેટ 20 પ્રો માં 6.39 ઇંચ એચડી+ (1440×3120 પિક્સલ) ઓલેડ ડિસ્પ્લે હોઈ શકે છે. જેનો આસ્પેક્ટ રેશિયો 19.5 : 9 હશે. ફ્લેગશિપ હેન્ડસેટમાં કિરિન 980 પ્રોસેસર, 6 જીબી/ 8 જીબી રેમ, ટ્રિપલ રિયર કેમેરા, 24 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.