Not Set/ તમારું વોટ્સએપ એકાઉન્ટ ચીનના હેકર કરી રહ્યા છે હેક, સાવધાન રહેવા આર્મીએ જાહેર કર્યો વિડીયો, જુઓ

બેંગલુરુ, ભારતીય સેના દ્વારા દેશના લોકોને સાવધાન અને સજાગ રહેવા માટે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ચીનના હેકર વોટ્સએપ એકાઉન્ટ ધરાવતા ભારતીયો યુઝારોનું એકાઉન્ટ હેક કરી રહ્યા છે અને જેથી દેશના લોકોએ આ લોકપ્રિય મેસેન્જર એપ્લીકેશનને સાવધાની અને સજાગ રીતે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આજથી લગભગ ચાર મહિના પહેલા ભારતીય સેના […]

Tech & Auto
wapp kpJ U11003435961049QPB તમારું વોટ્સએપ એકાઉન્ટ ચીનના હેકર કરી રહ્યા છે હેક, સાવધાન રહેવા આર્મીએ જાહેર કર્યો વિડીયો, જુઓ

બેંગલુરુ,

ભારતીય સેના દ્વારા દેશના લોકોને સાવધાન અને સજાગ રહેવા માટે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ચીનના હેકર વોટ્સએપ એકાઉન્ટ ધરાવતા ભારતીયો યુઝારોનું એકાઉન્ટ હેક કરી રહ્યા છે અને જેથી દેશના લોકોએ આ લોકપ્રિય મેસેન્જર એપ્લીકેશનને સાવધાની અને સજાગ રીતે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આજથી લગભગ ચાર મહિના પહેલા ભારતીય સેના દ્વારા લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર તૈનાત કરવામાં આવેલા સૈનિકોને વોટ્સએપ સહિતના કેટલાક ખતરનાક એપ્સના ઉપયોગને લઇ ચેતવણી આપવામાં આવી હતી.

ભારતીય સેનાના ટ્વીટર હેન્ડલ એડીનેશનલ ડાયરેક્ટરેટ જનરલ ઓફ પબ્લિક ઈન્ટરફેસ (ADGPI) દ્વારા કરવામાં ટ્વીટમાં દેશના સોશિયલ મીડિયા યુઝરોને હેકિંગના ખતરા પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે. આ ટ્વીટમાં રક્ષા મંત્રાલયને પણ ટેગ કરવામાં આવ્યું છે.

ભારતીય સેના દ્વારા ટ્વીટમાં જણાવવામાં આવ્યું, “સજાગ રહો, સુરક્ષિત રહો”. “ભારતીય આર્મી સોશિયલ મીડિયાના યોગ્ય અને નિયમિત એકાઉન્ટને પ્રોત્સાહિત કરે છે. હેકિંગ પૂર્ણ થઈ ગયું છે, તે એના માટે છે જે સાવધાન નથી. પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટને હંમેશા ચેક કરવામાં આવે. પોતાના વ્યક્તિગત અને ગ્રુપ એકાઉન્ટથી સાવધાન રહો અને સુરક્ષિત રહો”.

2017 12 27 તમારું વોટ્સએપ એકાઉન્ટ ચીનના હેકર કરી રહ્યા છે હેક, સાવધાન રહેવા આર્મીએ જાહેર કર્યો વિડીયો, જુઓ

ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલા આ વિડીયોમાં લોકોને સજાગ રહેવા માટે આ ૫ ટીપ્સ આપવામાં આવી છે :

૧. ચીન આપણી ડીજીટલ દુનિયામાં ઘુસપેઠ કરવા માટે દરેક પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. આ માટે +86થી શરુ થનારા તમામ ચાઈનીઝ નંબર આપણા ગ્રુપમાં પ્રવેશીયા બાદ તમામ ડેટા ચોરી કરવાનું શરુ કરતુ હોય છે. આ ચોરાયેલા ડેટા ચીનના હેકર પાસે પહોચતા હોય છે.

૨. હેકિંગથી સાવધાન રહેવા માટે આપને પોતાના ગ્રુપની નિયમિત તપાસ કરતા રહેવું જોઈએ કે આ +86થી શરુ થનારો કોઈ પણ નંબર આપણા ગ્રુપમાં શામેલ નથી, અને જો હોય હોય તો તેનાથી સજાગ રહેવું.

૩.જયારે તમે પોતાના મોબાઈલનું સિમ કાર્ડ ચેન્જ કરો છો. ત્યારે તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવું જોઈએ.

૪. તમે જયારે પોતાનો મોબાઈલ નંબર ચેન્જ કરો છો. ત્યારે તરત જ ગ્રુપના એડમિનને જણાવવું જોઈએ.

૫. કેટલાક અજાણ્યા નંબરોની નિયમિત તપાસ કરો અને એનાથી સજાગ રહો.