BRS Leader Death/ તેલંગાણાના ધારાસભ્ય અને BRS નેતા લસ્યા નંદિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ, ટોચના BRS નેતાઓએ નંદિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો

તેલંગાણાના ધારાસભ્ય અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતાલસ્યા નંદિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. ઘણા ટોચના BRS નેતાઓએ નંદિતાને તેમના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી.

Top Stories India Breaking News
Beginners guide to 26 3 તેલંગાણાના ધારાસભ્ય અને BRS નેતા લસ્યા નંદિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ, ટોચના BRS નેતાઓએ નંદિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો

તેલંગાણાના ધારાસભ્ય અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતાલસ્યા નંદિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આજે વહેલી સવારે BRS નેતા લસ્યા નંદિતાની SUV કાર સદાશિવપેટ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર હાલતમાં ઇજા પામેલ લસ્યા નંદિતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટના તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર બની હતી.

సాయన్న బిడ్డగా ఆశీర్వదించండి..-Namasthe Telangana

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા એક મહિનાની અંદર આ બીજો અકસ્માત થયો હતો. માત્ર 10 દિવસ પહેલા જ 37 વર્ષીય ધારાસભ્ય લસ્યા નંદિતા નરકટપલ્લીમાં અકસ્માતમાં બચી ગયા હતા. અગાઉના અકસ્માત સમયે લસ્યા નંદિતા તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી દ્વારા સંબોધિત કરવામાં આવી રહેલી રેલીમાં જઈ રહ્યા હતા ત્યારે નશામાં ધૂત ડ્રાયવર તેમના વાહનમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં તેમના હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી.

અગાઉના અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયેલ બીઆરએસ નેતા લસ્યા નંદિતા આજે થયેલ જીવલેણ અકસ્માતમાં બચી શકયા નહિ. જ્યારે તેમના વાહન, એક મારુતિ XL6 ના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર મેટલ ડિવાઈડર સાથે તેમની કાર અથડાઈ. જીવલેણ અકસ્માતમાં લસ્યા નંદિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેનો ડ્રાઈવર ગંભીર છે અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતની આ ઘટના આજે સવારે 5.30 કલાકે બની હતી. હાલ પોલીસ દ્વારા બંને અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

Telangana: Secunderabad Cantonment MLA Lasya Nanditha dies in road accident- Telangana Today

તેલંગાણાના ધારાસભ્ય અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતાલસ્યા નંદિતા સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ (SC)માં પ્રથમ વખત ચૂંટાયા હતા. લસ્યા નંદિતા નેતા જી સયાનાની પુત્રી છે. લસ્યા નંદિતાએ એક દાયકા પહેલા રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. 1986માં હૈદરાબાદમાં જન્મેલી લસ્યા નંદિતા એક રાજનેતા તરીકે છેલ્લા ઘણા સમયથી લોકપ્રિયતામાં વધારો થયો હતો. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સિકંદરાબાદ છાવણીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પહેલા તેણીએ કાવડીગુડા વોર્ડમાં કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. પિતાના મૃત્યુ બાદ લસ્યા નંદિતાએ BRS નોમિનેશન મેળવ્યું હતું, જે તે જ મતવિસ્તારના પાંચ વખત ધારાસભ્ય હતા.

ઘણા ટોચના BRS નેતાઓએ નંદિતાને તેમના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી, બીઆરએસના વડા કે ચંદ્રશેખર રાવ, રાજ્ય ભાજપ અધ્યક્ષ જી કિશન રેડ્ડી અને તેલંગાણાના ઘણા મંત્રીઓ અને નેતાઓએ યુવા ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. લસ્યા નંદિતાના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કરતા, રેવન્ત રેડ્ડીએ તેના સ્વર્ગસ્થ પિતા જી સાયન્ના સાથેના તેમના નિકટના જોડાણને યાદ કર્યું . “તે દુ:ખદ છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં સાયન્નાનું અવસાન થયું અને લાસ્યા નંદિતાનું પણ તે જ મહિનામાં (એક વર્ષના ગાળામાં) અચાનક અવસાન થયું,” તેમણે કહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા