Vaccination/ અફવાઓને દૂર કરવા આ પરિવારની 3 પેઢીએ લીધી વેક્સિન

કોરોના મહામારીને ભારતમાં 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે આ મહામારીને ડામવા માટે સરકારે અનેકો પ્રયાસો હાથ ધર્યા હતા.

Ahmedabad Gujarat
ગરમી 101 અફવાઓને દૂર કરવા આ પરિવારની 3 પેઢીએ લીધી વેક્સિન

કોરોના મહામારીને ભારતમાં 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે આ મહામારીને ડામવા માટે સરકારે અનેકો પ્રયાસો હાથ ધર્યા હતા. ભારતમાં હવે કોરોના સામે જંગ જીતવા વેક્સિન આવી ગઇ છે. સરકાર દ્વારા તબક્કાવાર વેક્સિન લોકો સુધી પહોંચાડવા માટે મુહિમ હાથ ધરવામાં આવી છે.

Night Curfew / રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફયુનો બદલાયો સમય, હવે રાત્રે 12 વાગ્યે નહી આટલા વાગ્યાથી લાગી જશે કર્ફ્યુ

હવે રસિકરણનાં બીજા તબક્કાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે તમામ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ બાદ હવે 50 વર્ષીય ઉંમરનાં વડીલોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આજે નેશનલ વેક્સિન દિવસ ભારતમાં ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના પહેલા પણ ભારતમાં અનેક વિકરાળ મહામારીઓ આવી ચૂકી છે. ત્યારે ભારત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો વેક્સિન અંગે અફવાઓ પણ ફેલાઈ રહ્યા છે. જેને લઈને કેટલાક નાગરિકો પણ વેક્સિન લેતા ગભરાઈ રહ્યા છે. ત્યારે આજે ભારતમાં વેકસીન ડે નિમિતે એક જ પરિવારનાં 3 પેઢીએ આજે વેક્સિન લીધી હતી. રસિકરણનાં મહાઅભિયાનમાં સહભાગી થઈને રસીકરણ કરાવી કોરોના સામેની જંગમાં અભેદ સુરક્ષા કવચથી આ 3 પેઢી આજે અજજ થઈ છે. આ પરિવારે વેક્સિન લઈને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેક્સિન સહ સલામત અને સુરક્ષિત હોવાનો સંદેશ આ પરિવારે વેક્સિન લઈને લોકો સુધી પહોંચાડયો છે.

Technology / Google પર છવાયા સંકટના વાદળો

એક જ પરિવારની 3 પેઢીમાં 91 વર્ષીય દાદા સહસ્રરાનામન, 90 વર્ષીય દાદી બાલમબાલ સહસ્રરાનામન, 70 વર્ષનાં એસ. રામજી સાથે જ તેમની 43 વર્ષીય પુત્રી જયશ્રી રામજીએ વેકસીન લઈ સુરક્ષિત થયા હતા. આ પરિવારની 3 જી પેઢી જણાવે છે કે, આજે નેશનલ વેક્સિનેશન દિવસ છે. આ દિવસ નિમિત્તે અમે સહ પરિવારે વેક્સિન લીધી છે. અમારા પરિવારની સૌથી પહેલી પેઢી મારા દાદા દાદીએ વેક્સિન લીધી છે. મારા દાદા-દાદી 90 વર્ષીય હોવાથી વેક્સિન લેતા પૂર્વે તમામ સિવિલનાં ડોકટર સાથે તેમના શરીરની તાસીર સચેત રીતે ચકાસી હતી, ત્યારબાદ વેક્સિનમાં કોઈ જ સમસ્યાઓ નઈ આવે અથવા વેક્સિનની કોઈ જ આડ અસર નઈ વર્તાઈ તેવી સૂચના આપી હતી. ત્યારબાદ મારા દાદા દાદી,ને વેક્સિન અપાવી હતી.

Cricket / ત્રીજી ટી-20 મેચમાં શું રોહિત અને ઈશાન કરી શકે છે ઓપનિંગ?

સાથે જ મેં અને મારા પપ્પાએ પણ વેક્સિન લીધી હતી. આ વેક્સિન લીધા બાદ અમને કોઈ આડ અસર થઈ નથી. અમે વેક્સિન લઈને સુરક્ષિત અનુભવીએ છે. સાથે જ સિવિલનાં તમામ સ્ટાફનો પણ આભાર માનીએ છે. આ પરિવારની બીજી પેઢીનાં એસ રામજીએ લોકોને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. આ વેક્સિનની કોઈ જ પ્રકારની આડ અસર અમને જણાતી નથી. સાથે જ અમે વેક્સિન લઈને પોતાને કોરોનાથી સુરક્ષિત મહેસુસ સમજીએ છીએ. નેશનલ વેક્સિન ડે નિમિતે આ પરિવારની 3 પેઢીએ વેક્સિન લઈને સિવિલ હોસ્પિટલનો પણ આભાર માનીને આ દિવસની ઉજવણી કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ