Viral Video/ બર્થડે કેક કાપી રહી હતી એક્ટ્રેસ અચનક વાળમાં લાગી આગ, જુઓ ભયંકર વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે નિકોલ રિચી તેના જન્મદિવસની કેક કાપી રહી છે. જ્યારે તે મીણબત્તીઓ ઓલવવા નીચે ઝૂકે છે, તેના વાળ આગ લાગી જાય છે….

Videos
કેક કાપી

અમેરિકન ટીવી પર્સનેલીટી, ફેશન ડિઝાઇનર અને ટીવી અભિનેત્રી નિકોલ રિચીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નિકોલ રિચી જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ આ વીડિયોમાં આવો જ એક ભયાનક અકસ્માત થાય છે, જેના પછી તે ચીસો પાડવા લાગે છે.

આ પણ વાંચો : જયારે અમિતાભ બચ્ચને સ્પર્ધકને પૂછ્યું ગર્લફ્રેન્ડ કે રોહિત શર્મા? આવો મળ્યો જવાબ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે નિકોલ રિચી તેના જન્મદિવસની કેક કાપી રહી છે. જ્યારે તે મીણબત્તીઓ ઓલવવા નીચે ઝૂકે છે, તેના વાળ આગ લાગી જાય છે. તે ડરથી ચીસો પાડવા લાગે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : એરિયાના ગ્રાન્ડના ઘરે પહોંચ્યો સ્ટોકર, ચપ્પુ બતાવી મારી નાખવાની આપી ધમકી

નિકોલ રિચીના પતિ જોએલ મેડને મજાકમાં લખ્યું, ‘આ તો હોટ છે.’ ગાયક કેટી પેરીએ પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે અને લખ્યું છે કે, OMG. નિકોલ રિચી રિયાલિટી શ્રેણી ‘ધ સિમ્પલ લાઇફ’થી પ્રસિદ્ધિમાં આવી છે. આ શો 2003 થી 2007 સુધી ચાલ્યો, અને તેની સાથે પેરિસ હિલ્ટન પણ હતી.

આ પણ વાંચો : કવિતા ચોરીના આરોપ મામલે મનોજ મુંતશિરનો જવાબ, કહ્યું – કોપી નીકળી તો હું…

નિકોલ રિચીએ બે નવલકથાઓ પણ લખી છે અને અભિનયના મોરચે પણ ઘણું કામ કર્યું છે. જોએલ મેડન અને નિકોલ રિચીએ 2010 માં લગ્ન કર્યા અને જોએલ એક સંગીતકાર છે. તેમને બે બાળકો છે. નિકોલ રિચી જીવનશૈલી બ્રાન્ડ હાઉસ હાર્લો 1960 ના સ્થાપક પણ છે.

આ પણ વાંચો :  જ્યારે એક્ટ્રેસે બધાની સામે પ્રેમ ચોપડાને માર્યો હતો થપ્પડ, એભિનેતાએ કહ્યું – બદલો લેવા માંગતી હતી