Not Set/ અદાર પૂનાવાલાએ લંડનમાં ભાડે લીધી હવેલી, અઠવાડિયાનું ચૂકવશે 50 લાખ રૂપિયા ભાડું

વેક્સીન બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) નાં સીઈઓ આદર પૂનાવાલાએ લંડનમાં હવેલી ભાડે લીધી છે.

Mantavya Exclusive
ગરમી 162 અદાર પૂનાવાલાએ લંડનમાં ભાડે લીધી હવેલી, અઠવાડિયાનું ચૂકવશે 50 લાખ રૂપિયા ભાડું

વેક્સીન બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) નાં સીઈઓ અદાર પૂનાવાલાએ લંડનમાં હવેલી ભાડે લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હવેલી લંડનનાં મોંઘા વિસ્તાર મેફેયરમાં આવેલી છે. વળી, આ માટે, અદાર પૂનાવાલા દર અઠવાડિયે ભાડા તરીકે 69 હજાર અમેરિકી ડોલર એટલે કે લગભગ 50 લાખ રૂપિયા ચૂકવશે.

ગરમી 163 અદાર પૂનાવાલાએ લંડનમાં ભાડે લીધી હવેલી, અઠવાડિયાનું ચૂકવશે 50 લાખ રૂપિયા ભાડું

ચોર પકડવો કે ખિસ્સું ભરવુ?: બાપુનગર PSI નો બફાટ, ચોરોને લોકઅપમાં પૂરી દઇશું તો અમારા ઘર કેવી રીતે ચાલશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાર પૂનાવાલાએ આ સંપત્તિ લંડનમાં પોલેન્ડનાં અબજોપતિ ડોમિનિકા કુલઝાઇક પાસેથી ભાડે લીધી છે. આ હવેલીની ઘણી વિશેષતાઓ છે. આજુબાજુની તમામ મિલકતોમાં તે સૌથી મોટી છે. તેનો વિસ્તાર આશરે 25000 ચોરસ ફૂટ છે. તેની સાથે એક ગેસ્ટ હાઉસ પણ છે. જેના માધ્યમથી કોઈ મેફેયર વિસ્તારનાં ગુપ્ત બગીચામાં પણ જઈ શકે છે.

ગરમી 164 અદાર પૂનાવાલાએ લંડનમાં ભાડે લીધી હવેલી, અઠવાડિયાનું ચૂકવશે 50 લાખ રૂપિયા ભાડું

રાજનીતિનું કોકટેલ / સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ

આ ડીલને લંડનનાં લક્ઝરી હોમ માર્કેટમાં એક બૂસ્ટની જેમ જોવામાં આવી રહ્યુ છે, જેને બ્રેક્ઝિટ અને કોરોના મહમારીને કારણે આંચકો લાગી ચુક્યો છે. એક ડેટા મુજબ, જ્યાં પૂનાવાલાએ આ સંપત્તિ ભાડા પર લીધી છે, ત્યાં મેફેયર વિસ્તારમાં, છેલ્લા પાંચ વર્ષમાં ભાડા દરમાં 9% ઘટાડો થયો છે. આપને જણાવી દઇએ કે, અદાર પૂનાવાલાએ મેફેયરમાં જે જગ્યા ભાડે રાખેલી છે, તે આશરે 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. તેમા તમામ સુવિધાઓ તેમજ મેફેયર વિસ્તારનાં ગુપ્ત બગીચામાં જવાનો સીધો માર્ગ છે. આદાર પૂનાવાલાએ લંડનની આ સંપત્તિ પોલેન્ડનાં અબજોપતિ ડોમિનિકા કુલઝિક પાસેથી લીઝ પર લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પછી ધંધામાં ચાલતી મંદી જોતાં લંડનમાં પણ આ સોદા અંગે ચર્ચા થઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ