ગાંધીનગર/ બિનવારસી કારમાંથી મળ્યો હથિયારોનો જથ્થો, પોલીસ તંત્ર થયું દોડતું

સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી છે. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે.

Gandhinagar Gujarat
હથિયારોનો જથ્થો

ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં એક બિનવારસી કાર મળી આવી છે. જેમાં પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે કાસની તપાસ કરતા ડેકીમાંથી દેશી બનાવટની પિસ્તોલ, તમંચા, ખાલી મેગેઝિન, 300 કારતૂસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી છે. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 2 રિવોલ્વર, 2 દેસી ક્ટ્ટા, 300 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. હાલ ઇન્ફોસિટી પોલીસે કાર કબ્જે કરીને કાર્યવાહી શરૂ કરી છે.

ઈન્ફોસિટી પોલીસે શંકાસ્પદ કારની તલાશી લીધી હતી જેમાંથી બે રિવોલ્વર, બે દેશી કટતાં અને 300 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા. કારનો નંબર પણ ડમી હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા હથિયારો કોણ લાવ્યું, અને શું કામમાં વાપરવાના હતા કે મોટો સવાલ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે તપાસમાં લાગી છે. પરંતુ આ કારમાં રહેલા હથિયારોનો શું ઉપયોગ થવાનો હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની સૌથી પહેલા તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર