કૃષિ આંદોલન/ અખિલેશ યાદવનાં આવાસ સુધીનો એરિયા કરાયો સીલ, જાણો શું છે કારણ

સમાજવાદી પાર્ટી આજે ખેડૂતોનાં સમર્થનમાં પ્રદેશમાં ખેડૂત યાત્રા નીકળવાની તૈયારી કરી રહી છે પરંતુ આ પહેલા લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલય પૂર્વ સીએમ અખિલેશ યાદવનાં આવાસ સુધીનો એરીયા સીલ કરી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વિક્રમાદિત્ય માર્ગ ને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આજે સવારે કનૌજ જઈને ખેડૂતોનાં સમર્થનમાં ધરણા […]

Top Stories India
corona 79 અખિલેશ યાદવનાં આવાસ સુધીનો એરિયા કરાયો સીલ, જાણો શું છે કારણ

સમાજવાદી પાર્ટી આજે ખેડૂતોનાં સમર્થનમાં પ્રદેશમાં ખેડૂત યાત્રા નીકળવાની તૈયારી કરી રહી છે પરંતુ આ પહેલા લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલય પૂર્વ સીએમ અખિલેશ યાદવનાં આવાસ સુધીનો એરીયા સીલ કરી દેવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, વિક્રમાદિત્ય માર્ગ ને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આજે સવારે કનૌજ જઈને ખેડૂતોનાં સમર્થનમાં ધરણા દેવાની વાત કરી હતી. પાર્ટી તરફથી પ્રદેશની સૌથી મોટી મંડી ઠઠિયાથી તુરવા સુધી ખેડૂત યાત્રા નીકાળવામાં આવશે. વળી અખિલેશ યાદવનાં ઠઠિયા ક્ષેત્રમાં ખેડૂત આંદોલનની ડીએમ રાકેશકુમાર મિશ્રાએ અનુમતિ આપી નથી. તેમનું કહેવું છે કે, હજુ કોરોના ખતમ થયો નથી માટે ભીડને એકઠી કરવી એની અનુમતિ હાલની પરિસ્થિતિમાં આપી ન શકાય. જેને જોતા ખેડૂત યાત્રા નીકળતા પહેલા લખનઉ સ્થિત કાર્યાલય પૂર્વ સીએમ અખિલેશ યાદવનાં આવાસ સુધીનો એરીયા સીલ કરી દેવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, પોલીસે સમાજવાદી પાર્ટીનાં એમએલસી રાજપાલ કશ્યપ અને આશુ મલિકને કસ્ટડીમાં લીધા છે, જ્યારે તેઓ વિક્રમાદિત્ય માર્ગ પર પાર્ટી ઓફિસની મુલાકાત લેવા આવ્યા હતા. કશ્યપનું કહેવુ છે કે, “પોલીસ અમને કેમ રોકી રહી છે? આ અઘોષિત કટોકટી છે. અખિલેશજીને કેમ રોકી રહ્યા છે?”

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો