વરસાદ/ ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુનો સરેરાશ વરસાદ 35.66 ટકા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગનાં અનુસાર રાજ્યમાં ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી છે.

Top Stories Gujarat Others
ગુજરાત
  • રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 35.66 ટકા
  • કચ્છઝોનનો સરેરાશ વરસાદ 31.61 ટકા
  • ઉત્તરગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 30.78 ટકા
  • મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 33.79 ટકા
  • સૌરાષ્ચ્ર ઝોનનો સરેરાશ વરસાદ 33.47 ટકા
  • દક્ષિણ ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 39.18 ટકા
  • રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ વરસાદ

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગનાં અનુસાર રાજ્યમાં ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી છે. હવામાન વિભાગનાં મતે આ સીઝનમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે હજુ વરસાદની ઘટ છે. ત્યારે આજથી 5 ઑગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.66 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિનામાં સરેરાશ 6.92 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો –મંજૂરી અપાઇ નથી / ઉત્તરપ્રદેશમાં મોહરમ પર જુલુસની મંજૂરી આપવામાં આવશે નહીં, પોલીસે માર્ગદર્શિકા જારી કરી

ગુજરાત

આ પણ વાંચો – રાજકારણ / મનસુખ માંડવિયાનો રાહુલને જવાબ- રસીની અછત નથી, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં 145 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 35.66 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ 30 મીલીમીટર વરસાદ બનાસકાંઠાનાં દાંતા, સાંબરકાંઠાનાં પોશીના તથા ખાનવેલ તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત વિજયનગર અને સતલાસણામાં 20 મીલીમીટર, જ્યારે મહેસાણા, કપરાડા, મધુબન, ઇડર, સીંઘવડ, વડગામ, અમીરગઢ, પાલનપુર, મેઘરજ, સુબીર , કામરેજ, ડીસા, માંગરોળ, દાંતીવાડા, ધરમપુર, વડાલી, અને વઘઈમાં 10 મીલીમીટર વરસાદ થયો છે. રાજ્યમાં મોટાભાગના સ્થળોએ મહત્વ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું હતું. ડીસામાં 27  ગ્રી સેલ્સીયસ મહત્વ તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતમાં બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદ નહી પડતા ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમો પણ ખાલી જોવા મળી રહ્યા છે. થોડા દિવસમાં વરસાદ નહી પડે તો ખેતીનો પાક સુકાય જવાની ભીતિ રહેલી છે ત્યારે હાલ વરસાદ માટે ખેડૂતો પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા છે.

ગુજરાત

આ પણ વાંચો – અમિત શાહની એન્ટ્રી અસર દેખાવવા લાગી / આસામ પોલીસ મિઝોરમ સાંસદ સામે નોંધાયેલી FIR પાછી ખેંચી લેશે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે હજુ પણ જેવો પડવો જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. જો આપણે ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો અહી સરેરાશ 31.61 ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત મધ્ય-પૂર્વ ઝોનમાં 33.79 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 33.47 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 39.18 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…