FIFA WORLD CUP/ આજથી શરૂ થશે FIFA વર્લ્ડ કપ સુપર-16નો જંગ, જાણો તમામ મેચોનું શેડ્યૂલ

ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ પણ મોટા અપસેટ સાથે સમાપ્ત થયો હતો. ફિફા વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડની છેલ્લી મેચ શુક્રવારે (2 ડિસેમ્બર) રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ કોરિયાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને…

Trending Sports
FIFA World Cup Super 16

FIFA World Cup Super 16: કતારમાં આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 માં અત્યાર સુધી ઘણી બધી ઉથલપાથલ જોવા મળી છે. આ ટૂર્નામેન્ટમાં નાની ટીમોએ ઘણું આશ્ચર્યચકિત કર્યાં. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ પણ મોટા અપસેટ સાથે સમાપ્ત થયો હતો. ફિફા વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડની છેલ્લી મેચ શુક્રવારે (2 ડિસેમ્બર) રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ કોરિયાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 2-1થી હરાવીને સુપર-16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. આ સાથે જ આ ગ્રુપમાં બે વખતની ચેમ્પિયન ઉરુગ્વે ઘાનાને 2-0થી હરાવીને નોકઆઉટમાંથી બહાર થઈ ગઈ છે.

સુપર-16માં સ્થાન મેળવનાર ટીમો:

નેધરલેન્ડ, સેનેગલ, ઈંગ્લેન્ડ, અમેરિકા, આર્જેન્ટિના, પોલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સ્પેન, મોરોક્કો, ક્રોએશિયા, બ્રાઝિલ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ અને દક્ષિણ કોરિયાએ ફીફા વર્લ્ડ કપના સુપર-16 રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

2 6 આજથી શરૂ થશે FIFA વર્લ્ડ કપ સુપર-16નો જંગ, જાણો તમામ મેચોનું શેડ્યૂલ

પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ શેડ્યૂલ (ભારતીય સમય)

  • નેધરલેન્ડ યુએસએ – 3 ડિસેમ્બર, રાત્રે 8.30 વાગ્યે
  • આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા – 4 ડિસેમ્બર, બપોરે 12.30 કલાકે
  • ફ્રાન્સ પોલેન્ડ – 4 ડિસેમ્બર, રાત્રે 8.30 કલાકે
  • ઇંગ્લેન્ડ સેનેગલ – 5 ડિસેમ્બર, બપોરે 12.30 કલાકે
  • જાપાન ક્રોએશિયા – 5 ડિસેમ્બર, 8.30 PM
  • બ્રાઝિલ દક્ષિણ કોરિયા – 6 ડિસેમ્બર, બપોરે 12.30 કલાકે
  • મોરોક્કો સ્પેન – 6 ડિસેમ્બર, રાત્રે 8.30 વાગ્યે
  • પોર્ટુગલ સ્વિટ્ઝર્લેન્ડ – 7 ડિસેમ્બર, બપોરે 12.30 કલાકે

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022/પીએમએ સ્પેસમાંથી લેવાયેલી ગુજરાતની તસ્વીરો શેર કરી