Political/ ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા

કેટલાક રાજ્યોમાં ઓવૈસી, તો કેટલાક રાજ્યોમાં મજબૂત અપક્ષો અને આંધ્ર, તેલંગણા જેવા દક્ષિણનાં રાજ્યોમાં કોંગ્રેસ ભાજપને મજબૂૂત બનાવે છે તેવું તારણ સાવ ખોટુ તો નથી. હૈદરાબાદમાંથી ચૂંટાયેલા મજલીસનાં સાંસદ અસરૂદીન ઓવૈસી આમ તો હૈદરાબાદ પૂરતા જ જાણીતા હતા પરંતુ સંસદમાં અને સંસદ બહાર તેમના કેટલાક વિવાદો સર્જતા વિધાનો બાદ ભાજપ સહિતનાં કેટલાક પક્ષોએ જે પ્રહારો […]

Mantavya Vishesh
corona 139 ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા

કેટલાક રાજ્યોમાં ઓવૈસી, તો કેટલાક રાજ્યોમાં મજબૂત અપક્ષો અને આંધ્ર, તેલંગણા જેવા દક્ષિણનાં રાજ્યોમાં કોંગ્રેસ ભાજપને મજબૂૂત બનાવે છે તેવું તારણ સાવ ખોટુ તો નથી. હૈદરાબાદમાંથી ચૂંટાયેલા મજલીસનાં સાંસદ અસરૂદીન ઓવૈસી આમ તો હૈદરાબાદ પૂરતા જ જાણીતા હતા પરંતુ સંસદમાં અને સંસદ બહાર તેમના કેટલાક વિવાદો સર્જતા વિધાનો બાદ ભાજપ સહિતનાં કેટલાક પક્ષોએ જે પ્રહારો કર્યા તેના કારણે ઓવૈસીને માઈલેજ મળવાનું શરૂ થયું અને તેમની રાજકીય મહત્વકાંક્ષા સળવળી ઉઠી.

@હિંમત ઠક્કર, વરિષ્ઠ પત્રકાર-કટાર લેખક

himmat thhakar 1 ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા

તેમણે અને તેમના પક્ષે દેશનાં અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી જંગમાં ઝુકાવવાનું શરૂ કર્યું. 2015 માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીએ સંખ્યાબંધ ઉમેદવારો ઉતાર્યા તે વખતે તેમને એક બેઠક મળી અને 10 બેઠક પર મહાગઠબંધનને નડ્યા. મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઓવૈસીએ હાજરી પૂરાવી. તેઓ મોટે ભાગે કોંગ્રેસને જ નડે છે અને તેના સાથી પક્ષોનાં મતો કાપે છે. તે વાસ્તવિકતા છે. તાજેતરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીનાં પક્ષે 50 કરતા વધુ બેઠકો પર ઉમેદવારો મૂક્યા અને તેમાંના પાંચ જીત્યા પણ ખરા અને ઓછામાં ઓછી 20 બેઠકો પર મહાગઠબંધનને નડ્યા અને રાજદની આગેવાની હેઠળનાં મહાગઠબંધનને સત્તાથી વંચિત રાખી દીધું. હવે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ ઓવૈસી મુસ્લિમોની વધુ વસ્તીવાળા વિસ્તારોમાં પોતાના ઉમેદવારો મુકવાના છે. જેમાં તેઓ ટીએમસીને નડી શકે છે અને ભાજપને ફાયદો કરાવી શકે છે. જ્યારે કેરળમાં પણ ઓવૈસીનો પક્ષ કોંગ્રેસ પ્રેરીત મોરચો અને ડાબેરી મોરચો બન્નેનાં મત કાપી ભાજપને ત્યાં મજબૂત બનાવી શકે તેવી પૂરી શક્યતા છે.

અત્યારે કેરળ વિધાનસભામાં ભાજપનાં એક માત્ર સભ્ય રાજગોપાલન છે. બિહાર વિધાનસભાની સાથે યોજાયેલી 11 રાજ્યોની 59 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ કેટલીક બેઠકો પર ઓવૈસીનો પક્ષ લડ્યો હતો તો કેટલીક બેઠકો પર અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને ટેકો આપ્યો હતો, જેના કારણે કોંગ્રેસને વધુ બેઠકો પર હાર ખમવી પડી છે. ગુજરાતની જે ત્રણ બેઠકો પર અપક્ષ કે અન્ય ઉમેદવારને સાત હજાર કરતા વધુ મત મળ્યા તેને ઓવૈસીનો આડકતરો અને હવે પ્રજાશક્તિ પાર્ટી રચનાર અને ભાજપનાં મૂળ અને કોંગ્રેસમાં જઈ મોટા હોદ્દા ભોગવી પછી છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા અને તેના સાથીઓનો ટેકો હતો. ટૂંકમાં ત્યારબાદ રાજકીય નિરીક્ષકો રાષ્ટ્રીય સ્તરે ઓવૈસી અને ગુજરાતને લાગે વળગે છે, ત્યાં સુધી શંકરસિંહ વાઘેલાનાં જૂથને ઘણા વિવેચકો ભાજપની બી ટીમ ગણે છે. હૈદરાબાદનાં ચૂંટણી જંગ સમયે ગૃહમંત્રી અમીત શાહ સહિતનાં ભાજપનાં નેતાઓએ ઓવૈસી પર ખૂબ પ્રહારો કર્યા, ઓવૈસી અને તેલંગણાના સત્તાધારી પક્ષ ટીઆરએસ વચ્ચે ગુપ્ત ગઠબંધન હોવાનો પ્રચાર કર્યો. તેલંગણાનાં મુખ્યમંત્રી રાવ પાસે જવાબ માંગ્યો જવાબ નથી મળ્યો અને હૈદરાબાદમાં ઓવૈસીનાં પક્ષને 44 બેઠકો મળી છતાં કેટલાક વિવેચકો ઓવૈસીની તાકાત તૂટી રહી હોવાનો દાવો કરે છે.

ઓવૈસીનાં ગઢ હૈદરાબાદનાં ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું તેવું કહે છે. પરંતુ પરિણામનાં આંકડા તપાસશો તો જણાશે કે ત્યાં ઓવૈસીનાં પક્ષે 51 બેઠકો લડી 44 બેઠકો જીતી છે. માત્ર 7 બેઠક હાર્યા છે. જૂની બે ગુમાવી નથી બે મેળવી છે. એટલે હકિકતમાં ઓવૈસીનાં ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યું તેમ કહેવું તેના કરતા ભાજપે ઓવૈસી વિરુધ્ધ પ્રચાર કરી તેની સાથે તેલંગણાનાં સત્તાધારી પક્ષ ટીઆરેસનાં ઘણા ગઢમાં ગાબડું પાડ્યું છે તેવું સહેલાઈથી કહી શકાય તેમ છે. જાે કે ઓવૈસીનાં પુત્રે જુદી વાત કરી છે તેમણે એવું વિધાન કર્યું છે કે, ટીઆરએસ અને કોંગ્રેસ નડી ગઈ છે. કારણ કે ઘણી બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારને મળેલા મતોનાં કારણે ટીઆરએસ અને બે બેઠક પર ઓવૈસીનાં ઉમેદવાર હાર્યા છે. આવી 23 બેઠકો છે જ્યાં ટીઆરસી અને ઓવૈસીનાં ઉમેદવાર માત્ર 100 થી 150 મત વચ્ચેની સરસાઈથી હાર્યા છે અને ત્યાં કોંગ્રેસનાં ઉમેદવારને 500 કરતા વધુ મતો મળ્યા છે. ઓવૈસીનાં પુત્રએ કોંગ્રેસે હૈદરાબાદમાં ભાજપની બી ટીમની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હીમાં પ્રથમ વખત 2013 માં અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી ચૂંટણી લડી ત્યારે ભાજપનાં નેતાઓ કેજરીવાલને કોંગ્રેસની બી ટીમ કહેતા હતા અને કોંગ્રેસનાં કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ કહેતા હતા. કેજરીવાલે કોંગ્રેસનાં ટેકા સાથે થોડો સમય સરકાર ચલાવી પછી લોકસભાની ચૂંટણી બાદ દિલ્હીમાં જે ચૂંટણી આવી તેમાં કેજરીવાલે 70 માંથી 67 બેઠકો જીતી ભાજપને માત્ર ત્રણ મળી અને કોંગ્રેસનું ખાતુ જ ન ખુલ્યું. 2020 નાં પ્રારંભમાં પણ દિલ્હીમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને 62 અને ભાજપને 8 બેઠકો મળી. કોંગ્રેસનું ફરી એકવાર ખાતુ ન ખુલ્યું. આમ ભાજપ અને કોંગ્રેસની કહેવાતી બી ટીમે દિલ્હીમાં બન્ને પક્ષનો સફાયો કર્યો હતો.

હવે તો બસપા પણ કોંગ્રેસ સહિતનાં વિપક્ષને મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજયોમાં કોંગ્રેસને નડી છે અને તેથી આ રાજ્યોમાં તેને પણ ભાજપની બી ટીમનું લેબલ મળ્યુ છે. કોંગ્રેસ જે રાજ્યોમાં પોતાની તાકાત જ નથી ત્યાં બધી બેઠકો લડે છે અને પોતે તો જીતી શકતી નથી પણ બીન ભાજપી પક્ષોનાં મતો તોડે છે તેના કારણે હવે તેને પણ આ આક્ષેપ સાંભળવો પડે છે. અત્યારે દેશનાં રાજકારણની હાલત એવી છે કે ઓછામાં ઓછા 20 રાજ્યોમાં કોંગ્રેસ એટલી બધી નબળી પડી છે કે ત્યાં તેને એક યા બીજા પ્રકારનાં ગઠબંધનમાં સામેલ થયા વગર ચાલે તેમ નથી અને તેથી ત્યાં એકલા હાથે લડી મત લગાડે તો તેના પર ભાજપની બી ટીમનું લેબલ લાગી જાય છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ટીએમસી કે ડાબેરી મોરચા સાથે ગઠબંધન કર્યા વગર એકલાહાથે ચૂંટણી લડવાનો ખેલ પાડશે. પશ્ચિમ બંગાળમાં ભાજપને મોકળુ મેદાન મળવાનું જ છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં આ જ પરિણામ આવ્યું છે કે ભાજપે 18 બેઠક મેળવી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ડાબેરી પક્ષો સાથે ચૂંટણી સમજુતી કરી હતી અને તેના કારણે તેની બેઠકો વધી હતી. પણ ડાબેરી પક્ષો વધુ પાછળ ધકેલાયા હતા. આમ રાજ્યોવગ્ર કહીએ તો ઘણા રાજ્યોમાં એકલો જાને રે નું કોગ્રેસનું વલણ ભાજપને મજબુત બનાવનારૂ પૂરવાર થઈ રહ્યું છે.

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો