mantavya exclusive/ જુઓ On The Spotમાં ગુજરાતના લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે ખાસ વાતચીત

લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે મંતવ્ય ન્યૂઝ એ કરી On The Spot કાર્યક્રમ અંતરગત ખાસ વાત અને કર્યા અનેક On The Spot સવાલો, જય વસાવડા દ્વારા પણ આપવામાં આવ્યા આ On The Spot સવાલોનાં On The Spot જવાબો…. ચાલો જોઇએ On The Spotમાં ગુજરાતના લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે મંતવ્ય ન્યૂઝે શું કરી […]

Gujarat Others Mantavya Vishesh
jay vasavda જુઓ On The Spotમાં ગુજરાતના લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે ખાસ વાતચીત

લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે મંતવ્ય ન્યૂઝ એ કરી On The Spot કાર્યક્રમ અંતરગત ખાસ વાત અને કર્યા અનેક On The Spot સવાલો, જય વસાવડા દ્વારા પણ આપવામાં આવ્યા આ On The Spot સવાલોનાં On The Spot જવાબો…. ચાલો જોઇએ On The Spotમાં ગુજરાતના લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે મંતવ્ય ન્યૂઝે શું કરી ખાસ વાતચીત….

જય વસાવડાને ઓન ધ સ્પોટ સવાલો – અને તેના જવાબો…
જય વસાવડા શબ્દોની દૂનિયાના માણસ છે. અને ઘણીવાર લખાણ કોઈને ના ગમે તો વિવાદ પણ થઈ જાય છે. જ્ઞાતિવાદ, જેન્ડર બાયસ અને ક્ટ્ટરવાદનો હું આલોચક છું. એટલે વધારે વિવાદો થાય છે. હું મોર્ડન સ્ટાઈલમાં લખું તો પણ લોકોને પેટમાં દૂખે છે. કાચી નિંદરમાંથી લોકોને જગાડું છું એટલે વિવાદો થતા રહે છે. સરકાર વિરોધી કંઇ લખવાનું થાય તો પણ મારી કલમ ન અટકે. મારા વાચકો બધા પક્ષોમાં છે. સોશિયલ મિડીયામાં નેગેટીવ કમેન્ટ કરવી લોકોને સહેલી લાગે છે. પરંતુ જ્યારે પાત્ર સામે આવે ત્યારે પોતાનું લેવલ ખબર પડે છે.

મને સોશ્યલ મિડીયા એડવાન્ટેજ લાગે છે. હું કમેન્ટસના જવાબ આપું એ ઘણાને નથી ગમતું. હું સોશિયલ મિડીયામા પોસ્ટર બોયની જેમ નથી રહેતો. રાજનીતિની બદલાતી તાસીર ચિંતાજનક કહી શકેય. લોકોએ જ વધુ જાગૃત થવાની જરુર છે. મુદ્દા આધારિત પોલીટીક્સ નથી દેખાતું હવે. લેખકો હવે મોટિવેશન સ્પીકર બનવા લાગ્યા છે. ખાલી મોટિવેશનથી દૂનિયા ચાલતી નથી. મારું કામ માત્ર બીજ વાવવાનું છે. પછી વાદળ જાણે અને વસુંધરા.