Not Set/ મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ

પાવાગઢ દર્શન કરવા જાઉં છું તેમ કહીં ગયા પછી ગુમ થયો હતો 8 દિવસથી ગુમ થયેલા હાલોલના યુવાનની લાશ જંગલમાંથી મળી આવી હતી….

Gujarat Others
A 316 મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ

પાવાગઢ જંગલમાં 8 દિવસ પહેલા ગુમ થેલા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના કેટલાક યુવકો પાવાગઢ ફરવા ગયા હતા. જેમાંનો એક યુવક રહસ્યમ સંજોગોમાં જંગલોમાંથી અચાનક ગુમ થઇ ગયો હતો. ત્યારે આજે 8 દિવસ બાદ ખૂનીયા મહાદેવના ધોધ પાસેથી તેનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ આ મામલે પોલીસે બનાવ સ્થળે પેનલ ડોક્ટર દ્વારા પી.એમ.કરાવી નદી કિનારે અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, હાલોલના નવરંગ કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો 20 વર્ષીય યુવાન 7 દિવસ પહેલા હું મીત્રો સાથે પાવાગઢ દર્શન કરવા જાઉં છું.તેમ કહી ઘરેથી નીકળેલ મોડે સુધી ઘરે પરત નહિ ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. છતાં મળી નહિ આવતા પોલીસને જાણ કરતા પોલીસે તેની શોધખોળ આદરી ડ્રોન ઉડાવી તપાસ કરતા તેનો મૃતદેહ પાવાગઢ ના જંગલ માંથી ખુણીયા મહાદેવ ની પાછળ ખપ્પરીયા જોગણી ઉડી ખીણમાં ઝાડ ઉપર લટકેલી જણાઈ આવતા માણસો ઉતારી સાબીત થયું કે આ કોઈ લાશ છે. જેથી ફાયરટીમની મદદ મેળવી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વયુવાનનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા પોલીસે બનાવ સ્થળે પેનલ ડોક્ટર દ્વવારા પી.એમ.કરાવી નીચે ખાઈમાં વિશ્વામિત્રી નદી કિનારે અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

A 314 મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

પોલીસે હાલ અકસ્માતમોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે. આ નવયુવાન નું મોત કયા કારણથી થયું છે.તે પી.એમ.રીપોર્ટ તેમજ પોલીસ તપાસ માં બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , શાંતિલાલ બાબુભાઇ સોલંકીનો 20 વર્ષીય પુત્ર વિજય શાંતિલાલ સોલંકી તા.11મી  જુલાઈના રોજ સવારે નવ વાગ્યાના સમય ગાળા દરમ્યાન હું ભાઈબંધો સાથે પાવાગઢ દર્શન કરવા જાઉં છું. તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. મોડે સુધી ઘરે પરત નહિ આવતા વિજય ના ભાઈ પુનિતે વિજય ને ફોન કર્યો ત્યારે બીજા છોકરાએ ફોન ઉઠાવ્યો અને હું સુભાષ બોલું છુ તેમ જણાવ્યું હતું. પછી ફોન બંધ થઇ ગયેલ બીજા દિવસે વિજય સાથે નોકરી કરતા સુભાષ નો નંબર મેળવી તેને ફોન કરતા તેને જણાવ્યું કે અમે પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે બેઠા છે. તેથી વિજયના પિતા તથા તેનો ભાઇ પાવાગઢ ગયા હતા. ત્યાં સુભાષ અને તેના બે મીત્રો બેઠા હતા.

A 315 મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ

આ પણ વાંચો :જો 31 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો, ગુજરાતમાં સર્જાઇ શકે છે મોટું જળસંકટ

તેને મળતા જણાવ્યું કે અમે માંચી બસ સ્ટેન્ડ નજીક રોડ ની બાજુમાં બેઠા હતા. ત્યારે સિક્યુરિટી આવી જતા અમે ત્યાંથી ભાગી છુટા પડી ગયા હતા. અને તમારા છોકરા નો મોબાઈલ મારી પાસે રહી ગયો હતો. ત્યાર બાદ શોધખોળ કરવા છતાં મળી નહિ આવતા શાંતિલાલ આ સુભાષ અને તેના મીત્રો ને લઇ પાવાગઢ પોલીસ મથકે જઈ વિજય ગમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આ દરમિયાન ઘટનાના 8 દિવસ બાદ ગુમ વિજયનો મૃતદેહ ખૂનીયા મહાદેવના ધોધ વચ્ચે પથ્થરોમાં વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિજયના મૃતદેહનું ઘટના સ્થળેજ પેનલ ડોક્ટરને બોલાવી પીએમ કરાવ્યું હતું. મૃતદેહ કહોવાયેલો હોવાથી ઘટના સ્થળે જ તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.

આ પણ વાંચો :ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે પ્રમુખની ખુરશી મેળવી હોવાના વિવાદમાં કોર્ટે ઇન્કવાયરીનો હુકમ   

પરંતુ વિજય સાથે પાવાગઢ ફરવા ગયેલા અન્ય ત્રણ મિત્રો કોણ હતા, આ ઘટનામાં તેમની શું ભૂમિકા હતી, વિજય કયા સંજોગોમાં ગુમ થયો હતો, વિજયનો મોબાઈલ અન્ય મિત્ર પાસે કેવી રીતે આવ્યો, માચી ખાતે પહોંચેલા ચાર મિત્રો સાથે ખરેખર શું ઘટના બની તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.