વરસાદ/ રાજધાની દિલ્હીમાં પડી રહ્યો છે અવિરત વરસાદ, સતત વરસાદનાં કારણે પ્રદૂષણમાં થયો ઘટાડો

ભારે વરસાદનાં કારણે ઉત્તર ભારતમાં ઠંડીથી ધ્રુજારી સર્જાઈ છે. દિલ્હી-એનસીઆરમાં ગત રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠંડી ઘણી વધી ગઈ છે. જો કે વરસાદનાં કારણે રાજધાનીનાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે.

Top Stories India
દિલ્હી-NCR વરસાદ

ભારે વરસાદનાં કારણે ઉત્તર ભારતમાં ઠંડીથી ધ્રુજારી સર્જાઈ છે. દિલ્હી-એનસીઆરમાં ગત રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠંડી ઘણી વધી ગઈ છે. જો કે વરસાદનાં કારણે રાજધાનીનાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે. આજે સવારે રાજધાનીનો AQI 90 પર પહોંચી ગયો છે, જે સંતોષકારક છે પરંતુ અવિરત વરસાદને કારણે લોકોને અવર-જવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો – ગુજરાત /  સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની કામગીરી અર્થે સમીક્ષા બેઠક યોજાઇ

જો કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીનું તાપમાન આજે 15-16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને આજે પણ ઝરમર વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદે લોકોને પરેશાન કર્યા છે. બીજી તરફ પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચારે તરફ માત્ર બરફ જ છે, લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જ્યારે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગે કાશ્મીરમાં આગામી 12 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે ઘણા વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. IMD અનુસાર, આગામી દિવસોમાં પણ હિમવર્ષા ચાલુ રહેશે. તો ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે. બીજી તરફ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને યુપીમાં હળવો વરસાદ થયો છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, અત્યંત સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર ભારત ઠંડીનો સામનો કરી રહ્યું છે. ગાઢ ધુમ્મસ અને શીત લહેરથી તાપમાનનો પારો ગગડ્યો છે.

આ પણ વાંચો – UP Election Analysis / યુપીમાં 7 તબક્કા દરમિયાન, કયા જિલ્લામાંથી અને ક્યારે ચૂંટણી સમાપ્ત થશે? જાણો ભાજપથી લઈને સપા સુધીના પડકારો

આપને જણાવી દઇએ કે, દેશની રાજધાની દિલ્હીમાં 22 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. જ્યાં જાન્યુઆરી માસમાં શનિવારે એક જ દિવસમાં 46.8 મીમી વરસાદ નોંધાયો હતો. વળી, 7 જાન્યુઆરી, 1999 નાં રોજ એક જ દિવસમાં રેકોર્ડ 46 મીમી વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન, સફદરજંગમાં છેલ્લા એક દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ 1885નો છે, જ્યારે 28 જાન્યુઆરીએ 116.8 મીમી વરસાદ નોંધાયો હતો. વળી, શનિવારે પાલમ હવામાન કેન્દ્રમાં 47.6 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગનાં અનુમાન મુજબ, શુક્રવાર રાતથી દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ શરૂ થયો હતો. જે શનિવાર રાત સુધી ચાલુ રહ્યો હતો. જ્યાં દિવસ દરમિયાન ક્યારેક ભારે તો ક્યારેક હળવો વરસાદ પડયો હતો. વળી, દિવસભર વરસાદને કારણે મોટાભાગનાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતા 16.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે દિવસ દરમિયાન જ અનેક વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો હતો. દિવસ અને રાત્રિનાં તાપમાનમાં બહુ ફરક નહોતો. જોકે, લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 8 ડિગ્રી વધુ હતું.