Covid-19/ દેશમાં કોરોના નો પ્રકોપ ઘટ્યો, રિકવરી રેટ વધીને 97.45 ટકા થયો

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટતો જઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 28 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે, જે લગભગ પાંચ મહિનામાં ચેપગ્રસ્ત લોકોની સૌથી ઓછી સંખ્યા છે.

Top Stories India
કોરોના

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટતો જઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 28 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે, જે લગભગ પાંચ મહિનામાં ચેપગ્રસ્ત લોકોની સૌથી ઓછી સંખ્યા છે. અગાઉ 15 માર્ચે 24,492 કોરોનાનાં કેસ નોંધાયા હતા. વળી, મંગળવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, 373 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,204 નવા કેસ આવતાની સાથે સંક્રમિતોની સંખ્યા 03 કરોડ 19 લાખ 98 હજાર 158 થઈ ગઈ છે. આ દરમ્યાન, 41 હજાર 511 દર્દીઓ સાજા થયા બાદ, આ રોગચાળાને હરાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 03 કરોડ 11 લાખ 80 હજાર 968 થઈ ગઈ છે. એક્ટિવ કેસ 3,680 થી ઘટીને 03 લાખ 88 હજાર 508 થયા છે. આ જ સમયગાળામાં 373 દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 04 લાખ 28 હજાર 682 થયો છે. દેશમાં સક્રિય કેસનો દર ઘટીને 1.21 ટકા થયો છે, રિકવરી રેટ વધીને 97.45 ટકા થયો છે અને મૃત્યુ દર 1.34 ટકા છે. ગયા મહિને, 27 અને 28 જુલાઈનાં રોજ, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ચાર લાખથી નીચે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો – વિશ્વ આદિવાસી દિવસ /  પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉમંગભેર ઉજવણી કરાઈ

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કેસોમાં ઘટાડો થયા બાદ, ઘણા રાજ્યોએ પ્રતિબંધ હળવા કર્યા છે. શાળાઓ પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કોરોનાને લગતા મોટાભાગનાં પ્રતિબંધો લગભગ સમાપ્ત થઈ ગયા છે. જો કે નિષ્ણાંતોએ શાળાઓ ખોલવાનું કહ્યું છે, પરંતુ સાથે સાથે પ્રતિબંધો હળવા કરવાની ચિંતા પણ વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમ્યાન એક્ટિવ કેસ 3,131 ઘટીને 71,813 થઈ ગયા છે. દરમ્યાન, રાજ્યમાં 7,568 દર્દીઓ સાજા થયા બાદ કોરોના મુક્ત લોકોની સંખ્યા વધીને 61,51,956 થઈ ગઈ છે, જ્યારે 68 દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 1,34,064 થયો છે.