સુરત-રોગચાળાથી મોત/ સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો

સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ કાળો કેર વર્તાવતા મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે. સુરતમાં પાંડેસરામાં તાવ અને ઉલ્ટી બાદ તરુણીનું મોત નીપજ્યું છે. જ્યારે અલથાણામાં તાવ આવ્યા પછી યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.

Top Stories
Surat Civil Hospital સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો

સુરતઃ સુરતમાં મચ્છર અને પાણીજન્ય Surat Epidemics રોગચાળાએ કાળો કેર વર્તાવતા મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે. સુરતમાં પાંડેસરામાં તાવ અને ઉલ્ટી બાદ તરુણીનું મોત નીપજ્યું છે. જ્યારે અલથાણામાં તાવ આવ્યા પછી યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.

સુરતમાં રીતેશ નામના 22 વર્ષીય યુવાનનું તાવના કારણે મોત નીપજ્યું છે. રીતેશ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતો. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. સુરતમાં ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થયો છે અને મૃત્યુઆંક પણ ઉત્તરોતર વધી રહ્યો છે.

પાંડેસરામાં પણ તાવ અને ઉલ્ટીની ફરિયાદ બાદ Surat Epidemics યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. આમ સુરતમાં છેલ્લા 72 કલાકમાં માંદગીના લીધે છના મોત થયા છે. આ છમાંથી ત્રણ બાળક હતા.

શહેરમાં ભારે વરસાદ પછી મચ્છરજન્ય અને પાણીજન્ય Surat Epidemics રોગે માથુ ઉચકતા રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા 12 દિવસમાં ઝાડાના 38 કેસ નોંધાયા છે. મેલેરિયાના સાતઅને તાવના 76 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 24, ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે. સાઉથ ઝોન વિસ્તારમાં પણ રોગચાળાના લીધે મૃત્યુઆંક વધી રહ્યો છે. વધેલા મૃત્યુઆંકે પણ આરોગ્યતંત્રની ચિંતા પણ વધારી છે. રોગચાળાના લીધે ડેન્ગ્યુ, ટાઇફોઇડ, તાવના કેસ ઉત્તરોતર વધવા માંડ્યા છે. રોગચાળો વકરવાના લીધે સુરતના આરોગ્ય તંત્રમાં દોડધામ વધી ગઈ છે.

 

આ પણ વાંચોઃ Post Against RSS/ઉપલેટામાં RSS સામે પોસ્ટ મૂકવાનું ઉદ્યોગપતિને ભારે પડ્યું

આ પણ વાંચોઃ transfer/વડોદરામાં સાગમતટે બદલીઃ સામૂહિક બદલીથી સન્નાટો

આ પણ વાંચોઃ Suicide/સિહોરના પાડાપાણ ગામે ભાઈ-બહેને કર્યો આપઘાત,સુરતમાં બે મહિના પહેલા પરિવારના 4 સભ્યોએ કરી હતી આત્મહત્યા

આ પણ વાંચોઃ યે આગ કબ બુજેગી/મેયર બીનાબેનના પરિવારજનોની માંગ, રિવાબા શબ્દો પાછા ખેંચે…

આ પણ વાંચોઃ  કોંગ્રેસનો દાવો/ગુજરાતમાં નવ દિવસમાં 1,200 લોકો પર ₹1,400 કરોડની છેતરપિંડીનો આરોપ: કોંગ્રેસ શ્વેતપત્રની માંગ પર અડગ