ગુજરાત/ હોળી-ધૂળેટીમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગે કર્યો આ નિર્ણય

આગામી સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વિશેષ સંચાલન કરવાની શરૂઆત કરી દીધી છે.

Gujarat Others
cricket 63 હોળી-ધૂળેટીમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગે કર્યો આ નિર્ણય

આગામી સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વિશેષ સંચાલન કરવાની શરૂઆત કરી દીધી છે. પંચમહાલ અને ગોધરા તરફ વધારે ટ્રાફિક રહેતો હોવાના કારણે ત્યાં વધારાની બસ મુકવામાં આવી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોનાં ફરજીયાત કોરોના ટેસ્ટ કરી ને જ પ્રવેશ આપવામાં આવી રહ્યા છે.

રાજકારણ / શહીદ દિવસ પર એકવાર ફરી રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો તીખો કટાક્ષ

આગામી હોળી ધુળેટીનાં તહેવારને લઈને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે આ તહેવારનું મહત્વ ખુબ માનવામાં આવી રહ્યું છે. આ તહેવારમાં પંચમહાલ સંતરામપુર અને ગોધરા તરફ વધારે ટ્રાફિક રહેતો હોય છે, જેને લઈને દર વર્ષે એસટી વિભાગ દ્વારા મુસાફરોને હાલાકી ના પડે અને ખાનગી બસોમાં વધારે પૈસા આપીને મુસાફરીનાં કરવી તેના માટે વધારે બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદનાં ગીતામંદિર બસ સ્ટેન્ડ અને સુરત મુખ્ય બસ ડેપો ખાતે પંચમહાલ સંતરામપુર અને ગોધરાનાં મુસાફરો વધારે હોય છે. જેથી આગામી 25 થી 27 તારીખ દરમિયાન દોરરોજની 100 બસો દોડાવવામાં આવનારી છે.

કોરોનાનો કહેર: સુરતમાં લોકડાઉનની અફવાથી ડરી ગયેલા મજૂરો ડબલ ભાડું આપી કરી રહ્યા છે પલાયન

તો બીજી તરફ હાલમાં કોરોના કહેર વધી રહ્યા છે. જેને લઈને એસટી તંત્ર સક્રિય થઇ ગયું છે. ગુજરાતનાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાનાં અધધ કહી શકાય એટલા કેસ આવી રહ્યા છે. જેથી મુસાફરોની સંખ્યામાં તો ઘટાડો થયો છે, પરંતુ મહારાષ્ટ્ર થી આવતી બસોને ત્રણ ચેકપોસ્ટ નિર્જર ઉછલ અને સોનગઢ ચેકપોસ્ટ ખાતે સ્થાનિક આરોગ્ય અધિકારીની મદદથી ટેસ્ટીંગ કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં તમામ મુસાફરોનાં ફરજીયાત ટેસ્ટ કરીને જો નેગેટીવ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આમ એક તરફ હોળી ધુળેટીનાં તહેવારને લઈને એસટી વિભાગ સક્રિય થઇ ગયું છે અને મુસાફરોની સવલત માટે વધારે બસો દોડાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વધતા કોરોના કેસને લઈને પણ સાવચેતીનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ