Cricket/ પ્રથમ ટેસ્ટની હાર ભારતીય ટીમને પડી ભારે, પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ બન્યું નંબર-1

ભારતને ઈગ્લેન્ડ વિરુદ્ધ મળેલી આ હારથી મોટો ફટકો પડ્યો છે.  

Sports
PICTURE 4 107 પ્રથમ ટેસ્ટની હાર ભારતીય ટીમને પડી ભારે, પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ બન્યું નંબર-1

ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યા બાદ ભારતીય ટીમ ઈગ્લેન્ડની ટીમને પોતાના ઘર આંગણે હરાવવા માટે ઉત્સાહિત હતી. પરંતુ પ્રથમ ટેસ્ટમાં જ તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી હા, ઈગ્લેન્ડની ટીમ ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ આસાનીથી જીતી ગઇ છે. ભારતને ઈગ્લેન્ડ વિરુદ્ધ મળેલી આ હારથી મોટો ફટકો પડ્યો છે.

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં ભારત 227 રનથી હારી ગયુ છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચ પર આવી ગયું છે. ભારતને મળેલી હાર બાદ પોઇન્ટ ટેબલ પ્રમાણે ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે આવી ગયુ છે. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે ભારત, ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા બંનેમાંથી કોઈ ફાઈનલમાં પ્રવેશ કરશે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતની બીજી ઈનિગની શરૂઆત કરી હતી. પાંચમાં દિવસે ભારતને ચેતેશ્વર પૂજારા તરીકે પહેલો ઝટકો લાગ્યો હતો. લીસનાં બોલ પર 15 રન બનાવી પૂજારા સ્ટોક્સનાં હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલે ચેન્નઈમાં 81 બોલમાં 7 ચોક્કા અને 1 છક્કાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. વળી બીજી તરફ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગમાં 74 બોલમાં 6 ચોક્કાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. કોહલી ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.

Cricket / ચેન્નઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શર્મનાક હાર, ભારત 192 રન પર ઑલઆઉટ

Cricket / પુજારાનો આઉટ થતો વીડિયો જોઇ તમે પણ માથું પકડી લેશો, જુઓ

Cricket / ભારતીય ટીમ મુશ્કેલીમાં, ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યા સુધી સ્કોર રહ્યો 257/6

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ