India Canada news/ કેનેડા-ભારત વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનો વિવાદ બે મહિનાથી ચાલતો હતો

ભારત અને કેનેડા વચ્ચે હાલમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ગરમાયો છે તે અંગે બંને દેશોની ગુપ્તચર સંસ્થાઓ વચ્ચે બે મહિના પહેલા જ વાતચીત થઈ ચૂકી છે. આ સંદર્ભમાં કેનેડાની એનએસએ જોડી થોમસે બે વખત ભારતનો પ્રવાસ પણ ખેડ્યો છે.

Top Stories India
Mantavyanews 4 14 કેનેડા-ભારત વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનો વિવાદ બે મહિનાથી ચાલતો હતો

નવી દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી Khalistani Terrorist હરદીપસિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ભલે અત્યારે ગરમાયો પણ વાસ્તવમાં આ વિવાદ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા આ મુદ્દાને લઈને છેલ્લા બેથી ત્રણ મહિનાથી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ છે. તેનો પુરાવો પણ તે વાત પરથી મળે છે કે બંને દેશોની ગુપ્તચર સંસ્થાઓ વચ્ચે બે મહિના પહેલા જ આ મુદ્દે વાતચીત થઈ ચૂકી છે. આ સંદર્ભમાં કેનેડાની એનએસએ જોડી થોમસે બે વખત ભારતનો પ્રવાસ પણ ખેડ્યો છે. તેમણે ભારતીય એનએસએ અજીત દોભાલ Khalistani Terrorist સાથે પણ મુલાકાત કરી. જી-20 શિખર સંમેલન દરમિયાન થોમસ જસ્ટિન ટ્રુડો સાથે પણ ભારત આવી હતી. આમ બંને દેશો વચ્ચેના સંબંધોમાં બે મહિનાથી ઝરતા તણખાએ હવે ધીમે-ધીમે આગનું સ્વરૂપ પકડવા માંડ્યું છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો જોડી થોમસ અને અજીત દોભાલ વચ્ચે નિજ્જરની Khalistani Terrorist હત્યાની તપાસને સક્રિય રીતે આગળ વધારવા અને ભારતીય એજન્સીઓ સાથે જરૂરી સહયોગ માંગવાના મુદ્દે વાતચીત થઈ હતી. ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન પણ પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારતીય જાસૂસી સંસ્થાના એજન્ટો આ કેસ સાથે જોડાયેલા હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેને ભારતે નકારી કાઢ્યો.

કેનેડિયન સંસદને આપેલા જવાબમાં ટ્રુડોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહથી કેનેડિયન સુરક્ષા એજન્સીઓ અને ભારત સરકારના એજન્ટો અંગે કાર્યવાહી કરીને કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપોના Khalistani Terrorist સંદર્ભમાં સક્રિય રીતે આગળ વધી રહી છે. ભારતે પણ તેના આરોપોને તથ્યવિહીન અને બેજવાબદાર ગણાવ્યા છે. ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદી પર કાર્યવાહી નહીં કરવા અને નિજ્જરની હત્યા પર કોઈ વિશેષ જાણકારી પૂરી ન પાડવાનો આરોપ મૂક્યો છે.

આ બાબતમાં અમેરિકા પણ કૂદી પડ્યું છે. અમેરિકાનું કહેવું છે કે નિજ્જર હત્યા કેસમાં તે ભારત સાથે જોડાયેલા આરોપોની તપાસ કરવાના કેનેડાના પ્રયત્નોનું સમર્થન કરે છે. આ મુદ્દે અમેરિકન એનએસએફ જેક સુલિવને જણાવ્યું હતું કે તેમનો દેશ નિજ્જરના મોતમાં તપાસને લઈને ભારત અને કેનેડા બંનેના સંપર્કમાં છે. સુલિવનને જ્યારે કેનેડાના પીએમના નિવેદનને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું રાજકીય નિવેદનોમાં ઊંડો ઉતરવા માંગતો નથી, પરંતુ અમે તેના સંપર્કમાં છીએ.

આ પણ વાંચોઃ Human Trafficking/ અમેરિકા-કેનેડા બોર્ડરે મૃત્યુ પામેલા ડિંગુચાના પરિવારનો સદસ્ય જ નીકળ્યો માનવ તસ્કર

આ પણ વાંચોઃ Canada/ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરોધી રાગ આલાપ્યો

આ પણ વાંચોઃ Weather Update/ આજે દેશના આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

આ પણ વાંચોઃ Ganesh Chaturthi/ ગણપતિ બાપ્પાના સ્વરૂપમાં છૂપાયા છે ગહન રહસ્યો, આ અંગો આપે છે ખાસ સંકેત

આ પણ વાંચોઃ સસ્પેન્ડ/ અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને કરાયા સસ્પેન્ડ