સુરત/ લેબગ્રોન ડાયમંડના રફના ભાવમાં થતો આટલા ટકાનો ઘટાડો, વેપારીઓ થયા ચિંતિત

લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 35 ટકાનો ઘટાડો થયો છે. જેનાથી લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરતા વેપારીઓ ચિંતિત બન્યા છે. મહત્ત્વની વાત કહી શકાય કે લેબગ્રોન ડાયમંડની રફનો ભાવ ઘટ્યો છે પણ તેની સામે નેચરલ ડાયમંડની રફના ભાવમાં 2થી 3 ટકાનો વધારો થયો છે.

Gujarat Surat
લેબગ્રોન ડાયમંડ

સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 35 ટકાનો ઘટાડો થયો છે.જેના કારણે લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરતા વેપારીઓ ચિંતિત બન્યા છે. મહત્ત્વની વાત કહી શકાય કે લેબગ્રોન ડાયમંડની રફનો ભાવ ઘટ્યો છે પણ તેની સામે નેચરલ ડાયમંડની રફના ભાવમાં 2થી 3 ટકાનો વધારો થયો છે.મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં સૌથી વધારે લેબગ્રોન ડાયમંડની રફનો ભાવ તૂટ્યો છે. લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 35 ટકા ભાવ તુટવાના કારણે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોની ચિંતામાં વધારો થયો છે.

સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. તો બીજી તરફ સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. પણ કહે આ લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં પણ ઘટાડો થયો રહ્યો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં સૌથી વધારે લેબગ્રોન ડાયમંડની રફનો ભાવ તૂટ્યો છે. લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 35 ટકા ભાવ તુટવાના કારણે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોની ચિંતામાં વધારો થયો છે.

મહત્ત્વની વાત છે કે, અમેરિકા-યુરોપના દેશોમાં મંદી છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન સુરતમાં નેચરલ હીરાની રફની શોર્ટસપ્લાય રહેતાં રફના ભાવ આસમાને પહોંચ્યા હતાં. ત્યારબાદ માર્કેટ હવે ધીમે ધીમે ડાઉન થઈ રહ્યું છે. ત્યારે હવે લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં મોટો કડાકો થતાં સુરતના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં ઘટાડો થવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે, લેબગ્રોન ડાયમંડના ભાવ અને ઉત્પાદન પર કોઈનો કન્ટ્રોલ નથી. જે લોકો લેબગ્રોન ડાયમંડની રફનું ઉત્પાદન કરે છે તેઓ પોતાના ભાવે રફનું વેચાણ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડની રફના ઓવર પ્રોડક્શન અને અમેરિકામાં હીરાની માંગ ઘટી છે ત્યારે આ બંને કારણોને લીધે લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 35 ટકા સુઘીનો ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડમાં અમુક પ્રકારની રફના ભાવમાં તો 50 ટકા સુઘીનો ઘટાડો થયો છે.

ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવણીએ જણાવ્યુ હતું કે, લેબ્રોન ડાયમંડની રફના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ નેચરલ હીરાના રફના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. ઊલટાના 2થી 3 ટકા નેચરલ ડાયમંડની રફના ભાવમાં વધારો થયો છે. મહત્વની વાત છે કે, હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા વર્ષોથી રફ ઉંચા ભાવે મળે છે અને પોલિસ્ટ ડાયમંડનો ભાવ ઓછા મળે છે. હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીમી ગતિએ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. રફનો ભાવ ઊંચો જતા પોલીસ્ડ ડાયમંડના વેચાણમાં મોટા વેપારીઓ કે જેઓ હોલ્ડિંગ કેપેસિટી ધરાવે છે તેઓ સ્ટોક કર્યા બાદ ડાયમંડનું વેચાણ કરે છે.

આ પણ વાંચો:રાજપીપળામાં અશાંતધારા લાગુ થતા સ્થાનિકોમાં અનેરો આનંદ, તંત્રે પણ કરી તૈયારીઓ

આ પણ વાંચો:લીંબડીમાં બે ભાઈઓએ એક જ યુવક પર કર્યું ફાયરીંગ, દુષ્કર્મ સાથે જોડાયેલો છે મામલો

આ પણ વાંચો:સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, કારણ જાણીને તમે [પણ રહી જશો દંગ