Mahesana/ દૂધસાગર ડેરીમાં પ્રથમ રાઉન્ડમાં પરિવર્તન પેનલ પાવરમાં, જાણો કઇ બેઠકો જીતી

કહી શકાય કે, વિવાદોનાં એપી સેન્ટર સમી ભાસતી મહેસાણાની દુધ સાગરડેરીમાં 99 ટકા જેટલું માતબર મતદાન થવાનાં કારણે પહેલેથી જ  ભારે વિવાદ અને રાજકીય હુસાતુસીમાં જોવામાં આવતી મહેસાણાની

Top Stories Gujarat Others
doodh sagar dairy દૂધસાગર ડેરીમાં પ્રથમ રાઉન્ડમાં પરિવર્તન પેનલ પાવરમાં, જાણો કઇ બેઠકો જીતી

કહી શકાય કે, વિવાદોનાં એપી સેન્ટર સમી ભાસતી મહેસાણાની દુધ સાગરડેરીમાં 99 ટકા જેટલું માતબર મતદાન થવાનાં કારણે પહેલેથી જ  ભારે વિવાદ અને રાજકીય હુસાતુસીમાં જોવામાં આવતી મહેસાણાની દુધ સાગરડેરીમાં સત્તા કોની તે રસાકસીનો વિષય બન્યો. મતદાનની ગણતરીએ તમામ પ્રકારની અટકળોનો અંત આણી દીધો છે. અને  મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણીનાં પ્રથમ રાઉન્ડનાં પરિણામો સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરી વિરુદ્ધ અશોક ચૌધરીની જંગમાં અશોક ચૌધરીની પરિવર્તન પાર્ટીએ મેદાન માર્યું હોવાનુ સામે આવી રહ્યું છે.

vipul chaudhary 1 દૂધસાગર ડેરીમાં પ્રથમ રાઉન્ડમાં પરિવર્તન પેનલ પાવરમાં, જાણો કઇ બેઠકો જીતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણમાં પણ પરિવર્તન પેનલની જીત છે. પરિવર્તન પેનલના રમેશ દેસાઇની પાટણમાં જીત થઇ છે. ચાણસમા બેઠક પર પણ પરિવર્તન પેનલની જીત થઇ છે અને પરિવર્તન પેનલના અમૃત દેસાઇ જીત્યા છે. કડી બેઠક પર પરિવર્તન પેનલનો વિજય નોંધવામાં આવે છે અને પરિવર્તન પેનલના જસીબેન દેસાઇની જીત થઇ છે. કડી બેઠક પર વિપુલ ચૌધરીને ઝટકો લાગ્યો છે અને કલોલ બેઠક પર બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ થઇની સ્થિતિ જોવામાં આવી હતી, બાદમાં અશોક ચૌધરીની પેનલનાં ઉમેદવારને 4 મતથી વિજય ઘોષિત કરવામાં આવતાની સાથે જ એક બેઠક માટે એટલે કે, કલોલ બેઠક પર રીકાઉન્ટીંગની માગ કરવામાં આવી રહી છે.

Ashok Chaudhary (@ashoksunrise) | Twitter

આપને જણાવી દઇએ કે, ભારે વિવાદ અને રાજકીય હુસાતુસી વચ્ચે અંતે મહેસાણાની દુધ સાગરડેરીમાં મતદાન પૂર્ણ થઇ ગયું અને કુલ 1129 મતદારોમાંથી 1119 મતદારોએ મતદાન કર્યુની નોંધ કરવામાં આવી. જો મતદાનની વિગતો જોવામાં આવે તો, કડી 104 પૈકી 102 લોકોએ મતદાન કર્યુ, કલોલ-ગોજારીયા 99પૈકી 99 મતદારોએ મતદાન કર્યુ, ખેરાલુ-વડનગર 113 પૈકી 111 મતદારોએ મતદાન કર્યુ, ચાણસમા 95 પૈકી 95 લોકોએ મતદાન કર્યુ, પાટણ 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યુ, મહેસાણા 106 પૈકી 105 લોકોએ મતદાન કર્યુ, માણસા 96 મતદારો પૈકી 95 લોકોએ મતદાન કર્યુ, વિજાપુર 112 મતદારો પૈકી 109 લોકોએ મતદાન કર્યુ, વિસનગર 100 મતદારો પૈકી 98 લોકોએ મતદાન કર્યુ, સમી 98 મતદારો પૈકી 98 લોકોએ મતદાન કર્યુ, પૂર્વે જ્યાં મતદાન સામે HCએ સ્ટે આપ્યો હતો અને ગઇ કાલે HCનાં આદેશથી મતદાનને બહાલ કરવામાં આવ્યું તે, સિધ્ધપુરમાં 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યુ હતું. આમ કુલ 1129 મતદારોમાંથી 1119 મતદારનું મતદાન કર્યુ હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…