માતૃત્વ : ભાવિની વસાણી,મંતવ્ય ન્યૂઝ
આજે વિશ્વની સામે સૌથી મોટો પડકાર ચાઈનીઝ વાયરસ કોરોના સામે જીત મેળવવાનો છે, જ્યારે ભારત સમક્ષ તે સિવાયનો સૌથી મોટો પડકાર છે, હિંદુત્વની જાળવણીનો. ધર્મના નામે થઇ રહેલા વૈમનસ્યને આપણે નજરે નિહાળી રહ્યા છીએ. એક લઘુમતી કોમ દ્વારા લોકશાહીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યારે સમાજનો એક મોટો વર્ગ તેમજ માતા-પિતા પોતાની જાતને બિનસાંપ્રદાયિક ગણાવે છે. તેમજ બાળકને પોતે ધાર્મિક બનાવવા માંગતા નથી તેવું કહીને ગર્વની અનુભૂતિ કરે છે. તેની સામે કટ્ટરપંથીઓ પોતાની નવી પેઢીને વધુને વધુ કટ્ટર બનાવી રહ્યા છે. જ્યારે ઘરે-ઘરે ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહેલી આપણા બે મહાગ્રંથો આધારિત “રામાયણ” અને “મહાભારત” જેવી પૌરાણિક સીરીયલો આજે પણ ઘરે બેઠા બાળકોને સુસંસ્કૃત બનાવવા તથા પરિવારને આત્મબળ પૂરું પાડવા માટે પાયાનું કામ કરી રહી છે. માટે હજુ પણ સમય છે કે ચેતી જાઓ અને બાળકોને નાનપણથી જ આપણા પૌરાણિક તેમજ એતિહાસિક પાત્રોથી પરિચિત કરાવો તે જરૂરી છે.
કોણ સાચું ? / ઝાયડ્સ હોસ્પિટલે કહ્યું રેમડેસિવિરનો જથ્થો ખૂટ્યો, નેતાઓ કહે છે જથ્થો ઉપલબ્ધ, લોકો પરેશાન
વર્તમાન સમયમાં બાળકને હાથમાં મોબાઈલ અને લેપટોપ પકડાવીને ટેકનોલોજીથી જોડી રહ્યા છો, ત્યારે આપણી સંસ્કૃતિ વિસરાય ન જાય તે જોવાનું કામ પણ માતા-પિતાનું તેમજ વડીલોનું છે. બધું ખરાબ છે તેવું હું કહેતી નથી. પરંતુ નવી પેઢીને આપણા સાંસ્કૃતિક વારસાનો માત્ર પરિચય જ કરાવવાની નહીં પરંતુ આપણા વારસાની જાળવણી પણ તેમના થકી કરાવવી એટલી જ જરૂરી છે. ઘરમાં માત્ર પૌરાણિક કથાઓ જ નહીં રાષ્ટ્રકથાઓના પુસ્તકો વસાવો, અને માત્ર વસાવો નહિ તેનો ઉપયોગ કરો. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. જો તેને આજે આપણી સંસ્કૃતિ માટે ગૌરવ નહીં હોય તો કાલે ક્યારેય પણ નહીં થશે. આ ગૌરવની અનુભૂતિ બાળકમાં ત્યારે જ થશે જ્યારે તેના વડીલોમાં કે માતા-પિતામાં આ પડેલું હશે. આજે બાળકને અભિનેતા શાહરૂખ ખાનના બંગલાનું નામ શું છે? તે ખબર હોય છે પરંતુ રીયલ હીરો આપણા શહીદો તેમજ તેમણે આપેલા યોગદાન વિશે તે જાણતો હોતો નથી તે ખરેખર દુઃખની બાબત છે, એવું ડો. શરદ ઠાકરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
વધુ એક હોસ્પિટલ આગના હવાલે / નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, 4 લોકોનાં મોત થતા PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વર્તમાન સમયમાં “રામાયણ” અને “મહાભારત” જેવી સિરિયલો દેખાડીને જ સંતોષ માની લઈએ એટલું પૂરતું નથી. આ મહાકથાઓમાં વિવિધ પાત્રોના પ્રસંગો નિહાળી અને બાળકને સવાલ કરો કે તેના પરથી તને શું સમજ પડી ? દરેક પ્રસંગની પાછળ એક સાર રહેલો હોય છે, તે સાર તેને સમજાવો. દાખલા તરીકે ભગવાન રામ હંમેશા કોઇને કોઇ રાક્ષશો અને મારતા જોવા મળે છે. તો આ રાક્ષસોને મારવા પાછળનો હેતુ શું છે ? વાલી અને સુગ્રીવ વચ્ચેની લડાઈમાં ભગવાન રામ સુગ્રીવના પક્ષે શા માટે રહ્યા ? બહુ સંક્ષિપ્તમાં સમજાવો તો કંઈ નહીં પરંતુ તેનો સાર તો સરળ ભાષામાં સમજાવી જ શકાય. ભગવાન રામનું ચરિત્ર ભલ-ભલાને માટે સમજવું કઠિન છે, ત્યારે બાળકોને તે સમજાવવા માટે વાલીઓને અત્યારે મોકો મળ્યો છે. માટે સીરીયલના માધ્યમથી ટેલિવિઝનમાં નિહાળેલા પ્રસંગોની ચર્ચા કરી બાળકને ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ માટે પ્રેમ જાગે તે તેવું વાતાવરણ ઊભું કરો.
કોરોના કહેર / રાજકોટમાં કોરોનાની રંજાડ : 8 જૈન મહાસતીજી તેમજ ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીનો સમગ્ર પરિવાર કોરોના ગ્રસ્ત
આ સિવાય ઘણા માતા-પિતા બાળકોને નાનપણથી મંદિરે લઈ જવામાં માનતા નથી. તેઓ કહે છે કે બાળકને ધાર્મિક બનાવવું નથી. જ્યારે કટ્ટરપંથીઓ દ્વારા બાળકોને ગળથૂથીથી જ તેમનો ધર્મ કહે છે તે જ સાચું છે તેવું જણાવવામાં આવે છે. એટલું જ નહીં ખાસ પ્રકારની તાલીમ આપી અને દેશ માટે ગદ્દારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તમે ભલે ધાર્મિક ન બનો, ભલે રાષ્ટ્રભક્ત ન બનો, પરંતુ તમારા દેશની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાળવવું અને લાંબા ગાળા સુધી ટકાવી રાખવું એ આ દેશના નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે. ત્યારે બાળકોને પણ પૌરાણિક અને ઐતિહાસિક જ નહીં પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલા ધર્મમાં રહેલા સંસ્કારો સાથે વિધિ-વિધાનની પણ સમજૂતી આપો તેજ વર્તમાન સમયની માંગ છે. આપણા બાળકના સુપર હીરો વિદેશી ‘સુપરમેન’ અને ‘સ્પાઇડરમેન’ નહીં પરંતુ આપણા પોતાના હનુમાન તેમજ ‘ગણેશ’ હોવા જોઈએ. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે બાળકોને ગળથૂથીમાંથી આ બધું શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે, ખરું કે નહીં ? ટૂંકમાં આપણે બાળકને કર્મકાંડી બનાવીએ કે નહીં તેને દરેક વસ્તુ પાછળના વિજ્ઞાનની સમજ હોવી જરૂરી છે. આ બાબતે આત્મચિંતન કરી આપણી ભૂલોને સુધારીએ તે જ સમયની માંગ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…