Valentine's day/ વેલેન્ટાઇન પર મફત કોન્ડમ? આ સરકારે લીધો 9 કરોડ કોન્ડમ આપવાનો નિર્ણય

સરકાર ચાર સાઈઝમાં કોન્ડોમનું વિતરણ કરશે. આ દેશભરની હોસ્પિટલોના ફાર્મસીઓ અને પ્રાથમિક સંભાળ એકમોમાંથી મેળવી શકાય છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશમાં ગોલ્ડ-કાર્ડ ધારકોને મફત કોન્ડોમ આપવાનું…

World Trending
Valentine's Day Free Condom

Valentine’s Day Free Condom: સમગ્ર વિશ્વમાં સરકારો પણ સુરક્ષિત સેક્સને લઈને પગલાં લઈ રહી છે. તો વેલેન્ટાઇન ડે પહેલા, થાઇલેન્ડની સરકાર તેના દેશના લોકોને 95 મિલિયન મફત કોન્ડોમનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. જણાવી દઈએ કે થાઈલેન્ડ વેલેન્ટાઈન ડે પહેલા સુરક્ષિત સેક્સને પ્રોત્સાહન આપવા માંગે છે. થાઈ સરકારના પ્રવક્તા રાચાડા ધનાદિરેકે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીથી યુનિવર્સલ હેલ્થકેર કાર્ડધારકો એક વર્ષ માટે અઠવાડિયામાં 10 કોન્ડોમ મેળવી શકશે.

જાણીને વધુ નવાઈ લાગશે કે થાઈલેન્ડ સરકાર ચાર સાઈઝમાં કોન્ડોમનું વિતરણ કરશે. આ દેશભરની હોસ્પિટલોના ફાર્મસીઓ અને પ્રાથમિક સંભાળ એકમોમાંથી મેળવી શકાય છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશમાં ગોલ્ડ-કાર્ડ ધારકોને મફત કોન્ડોમ આપવાનું અભિયાન રોગોને રોકવા અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ સાથે તેમણે કહ્યું કે સરકારે સિફિલિસ, સર્વાઇકલ કેન્સર, ગોનોરિયા, ક્લેમીડિયા અને એઇડ્સ સહિત કેટલાક રોગોને કાબૂમાં લેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

થાઈલેન્ડમાં તાજેતરના વર્ષોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021માં દેશમાં સિફિલિસ અને ગોનોરિયાના અડધાથી વધુ કેસ નોંધાયા છે. ડેટા એ પણ બહાર આવ્યું છે કે આ રોગોથી સંક્રમિત લોકોની મહત્તમ સંખ્યા 15 થી 19 અને 20 થી 24 વર્ષની વયની છે. 2021 માં 15 થી 19 વર્ષની વયજૂથની દર 1,000 થાઈ છોકરીઓમાંથી 24.4એ જન્મ આપ્યો હતો. હેલ્થ એક્સપર્ટના મતે ઘણી વખત કોન્ડોમથી પણ છેતરપિંડી થઈ શકે છે. આ માટે કોન્ડોમના પેકેટમાં થયેલ નુકસાનની તપાસ કરવી અને તેની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી છે. જો તે જૂનું થઈ ગયું હોય તો તેને ખરીદવાનું ટાળો અને એક્સપાયરી ડેટ વાંચ્યા વગર ક્યારેય કોન્ડોમ ન ખરીદો.

આ પણ વાંચો: પ્રહાર/ગરીબોને ન મળ્યું સ્થાન, ધનિકોને લાભ… જાણો કેમ મોદી સરકારના બજેટ પર વિપક્ષે લગાવ્યા આ આરોપો