અમદાવાદ/ બાળકોનું અપહરણ કરનાર પિતા બે વર્ષથી પોલીસ પકડથી બહાર, જાણો શું છે ઘટના

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બે વર્ષ પહેલા પોતાના જ બે બાળકોને લઈને એક પિતા ફરાર થઈ ગયો હતો.

Ahmedabad Top Stories Gujarat
YouTube Thumbnail 97 બાળકોનું અપહરણ કરનાર પિતા બે વર્ષથી પોલીસ પકડથી બહાર, જાણો શું છે ઘટના

Ahmedabad News: અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બે વર્ષ પહેલા પોતાના જ બે બાળકોને લઈને એક પિતા ફરાર થઈ ગયો હતો. પતિ પત્નીની તકરાર બાદ નામદાર કોર્ટમાં પાંચ વર્ષની હની નામની બાળકી અને છ વર્ષના હેત નામના બાળકની કસ્ટડી માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં નામદાર કોર્ટે પિતા ભાવિન કક્કડને બંને બાળકોની કસ્ટડી પત્ની ખુશ્બુ કકડને સોંપી દેવા માટે આદેશ કર્યો હતો. પરંતુ સાત દિવસમાં હની અને હેતની કસ્ટડી માતાને આપવાનો આદેશ પૂર્ણ કરતા પહેલા પિતા તેના બંને બાળકોને લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી.

જેના કારણે માતા ખુશ્બુ કકરે બંને બાળકો ની કસ્ટડી મેળવવા માટે નામદાર કોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી છે. જેથી કૃષ્ણનગર પોલીસ બંને બાળકોનું અપરણ કરનાર પિતાને શોધી રહીં છે. અને સાથે જ તમામ જનતા ને અપીલ કરવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિને આ બંને બાળકો અને તેના અપરણ કરનારા પિતા વિશે જાણ મળે તો તાત્કાલિક પોલીસને માહિતી આપવી.


whatsapp ad White Font big size 2 4 બાળકોનું અપહરણ કરનાર પિતા બે વર્ષથી પોલીસ પકડથી બહાર, જાણો શું છે ઘટના


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….