Cricket/ આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા ‘સેમિફાઇનલ’ જેવી બનશે સ્થિતિ

ટીમ ઈન્ડિયા મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં શ્રેણી જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે.

Sports
Mantavya 50 આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

ટીમ ઈન્ડિયા મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં શ્રેણી જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેણે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી છે. જો ભારત આ મેચ જીતે છે અથવા તે શ્રેણીમાં 2-1 થી ડ્રો કરે છે, તો તે WTC ની ફાઇનલમાં પહોંચી જશે, જ્યાં તેનો સામનો જૂનમાં ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે જે ટાઇટલ મેચમાં પ્રવેશ કરી ચૂકી છે.

Mantavya 51 આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

Cricket / પૂર્વ ક્રિકેટર કપિલ દેવે લીધી કોરોના વેક્સીનની પ્રથમ ડોઝ

અંતિમ ટેસ્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 4 માર્ચથી એટલે કે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. છેલ્લા 1 અઠવાડિયાથી પિચ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માઇકલ વોન, એલિસ્ટર કૂક જેવા પૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટનોએ આ પિચની ટીકા કરી છે અને ઓસ્ટ્રેલિયાનાં માર્ક વો જેવા ખેલાડીઓએ આ દિગ્ગજોને પુષ્કળ સમર્થન આપ્યું છે. તેના જવાબમાં, રવિચંદ્રન અશ્વિન અને નાથન લિયોન જેવા મહાન સ્પિનરોએ પિચની ટીકા કરનારાઓ પર કટાક્ષ કર્યો છે. જ્યારે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે કહ્યું કે પિંક બોલે પણ તેની ભૂમિકા ભજવી. આ બધી ઘટનાઓની વચ્ચે ભારતે તેમના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને રજા આપી દીધી છે. બુમરાહ પાસે શ્રેણીમાં કંઈ ખાસ કરવા જેવુ નહોતુ. હવે, ભારત ઈશાંત શર્માનાં ભાગીદાર તરીકે ઉમેશ યાદવ અથવા મોહમ્મદ સિરાજને પસંદ કરી શકે છે. ઈંગ્લેંડ હજી પણ શ્રેણીમાં 2-2 ની બરાબરી કરી શકે છે અને સન્માન સાથે ઘરે જઇ શકે તેવી તક તેની પાસે છે. જો આવું થાય તો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહારનો રસ્તો જોવો પડી શકે છે અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયા ફાઈનલ રહેશે.

Mantavya 53 આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

Cricket / પૂર્વ ક્રિકેટર કપિલ દેવે લીધી કોરોના વેક્સીનની પ્રથમ ડોઝ

મેચનો સમય અને કેવી રહેશે પિચ?

આ મેચ લાલ બોલથી રમાશે કારણ કે આ અંતિમ ટેસ્ટ એક ડે ટેસ્ટ મેચ હશે અને ભારતીય સમય પ્રમાણે સવારે 9:30 વાગ્યે મેચ શરૂ થશે. પિચ વિશે વાત કરતા ભારતીય વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું છે કે, તે એવી પિચ હશે જે તમે ચેન્નાઈની બીજી ટેસ્ટ મેચ દરમિયાન અને અમદાવાદની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન જોઇ હશે.

Mantavya 54 આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

Cricket / નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સિરીઝની ચોથી ટેસ્ટ મેચ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બંને દેશો માટે મરણિયો જંગ

ઈંગ્લેન્ડ ભૂલ સુધારવા તૈયાર

ઈંગ્લેન્ડની ટીમ આ વખતે પિચ જોયા બાદ ટીમ પસંદગી કરવાનું પસંદ કરશે કારણ કે ઇંગ્લિશ કેપ્ટન જો રૂટે પોતાની ભૂલ સ્વીકારી છે કે તેણે છેલ્લી મેચમાં ત્રણ સીમરને રમાડીને ભૂલ કરી હતી. રુટે કહ્યું કે, તેણે 2019 માં ભારતની કોલકાતા ડે-નાઈટ ટેસ્ટ મેચ જોયા પછી આ નિર્ણય લીધો હતો. તે ટેસ્ટ મેચમાં સ્પિનરોને કરવા માટે કંઈ નહોતું અને ભારતીય ફાસ્ટ બોલરોએ બાંગ્લાદેશ પર કહેર વરસાવ્યો હતો.

Mantavya 55 આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

Rajasthan / એક શાળા લોકાર્પણ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ આપી હાજરી, જુઓ વીડિયો

ટીમ શું ફેરફાર થઇ શકે છે?

ટીમ વિશે વાત કરતા, જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં, મોહમ્મદ સિરાજ સ્થાન માટે વધુ દાવેદાર બની શકે છે, ત્યારબાદ ઉમેશ યાદવની ડોમેસ્ટિંક પરિસ્થિતિમાં ખૂબ સારું પ્રદર્શન છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ ભારતમાં 45.7 છે. આવી સ્થિતિમાં, એ જોવાનું રહ્યું કે 33 વર્ષીય બોલર પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન બનાવી શકે છે કે મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવશે. આ સિવાય વોશિંગ્ટન સુંદરની બેટિંગને કારણે ભારતીય ટીમ ફરી એકવાર તેને કુલદીપ યાદવની જગ્યાએ પસંદ કરી શકે છે.

Mantavya 52 આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

સંભવિત ખેલાડી

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડ: ડોમિનિક સિબ્લે, જૈક ક્રાવલી, જોની બેયરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડોમ બેસ, જૈક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ