FIRST LOOK/ વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લૂક જાહેર, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનમાં કેવા પ્રકારની સીટો હશે તે હવે જાહેર કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

Top Stories India
The first look of the sleeper version of the Vande Bharat train was released, the pictures went viral on social media

વંદે ભારત ભારતીય રેલ્વેની અત્યાર સુધીની સૌથી આધુનિક ટ્રેન છે. પોતાની ખાસ સુવિધાઓ અને બુલેટ જેવી સ્પીડના કારણે આ ટ્રેન લોકોની પહેલી પસંદ બની રહી છે. હવે રેલવે મંત્રાલય તેનું વધુ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. રેલ્વે મંત્રાલય આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન દેશને રજૂ કરવા જઈ રહ્યું છે. તેની ટ્રેનનો દેખાવ અને ડિઝાઇન બધુ જ નક્કી કરવામાં આવ્યું છે. તેની તસવીરો પણ સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આવી દેખાશે વંદે ભારતની સ્લીપર ટ્રેન

તાજેતરમાં, વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. વાયરલ તસવીરોમાં વંદે ભારત સ્લીપર ટ્રેન કોઈ આલીશાન હોટલ જેવી દેખાઈ રહી છે. કેટલાક નિષ્ણાતો પાસેથી મળેલી માહિતીના આધારે એવું માનવામાં આવે છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 857 બર્થ હશે, જેમાંથી 34 સ્ટાફ માટે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ચેન્નાઈથી માર્ચ 2024માં આવી શકે છે.

ICF માત્ર સ્લીપર ટ્રેનો જ બનાવશે

હાલમાં, દેશમાં માત્ર હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે, જેનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ દ્વારા કરવામાં આવે છે. પરંતુ હવે ટૂંક સમયમાં દેશમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન પણ શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનો પણ ICF દ્વારા બનાવવામાં આવશે. દેશના લોકોને વધુ સારી સુવિધા આપવા માટે ભારતીય રેલ્વેએ એક રશિયન કંપની સાથે કરાર કર્યો છે. જેઓ હવે સાથે મળીને 120 વંદે ભારત ટ્રેન બનાવવાનું કામ કરશે.

આ પણ વાંચો:xpressway/દિલ્હીથી વડોદરાની સફર હવે માત્ર 10 કલાકમાં!

આ પણ વાંચો:PM Modi In Rajasthan/ PM મોદીએ કહ્યું- અશોક ગેહલોત જાણે છે કે તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જાણો ભાષણની 10 મહત્વની વાતો

આ પણ વાંચો:OMG!/GPSએ દોર્યા ગેરમાર્ગે, નદીને બતાવ્યો રોડ: ડૂબી જવાથી 2 ડોક્ટરના મોત

આ પણ વાંચો:પ્રશંસનીય કામ/ફ્લાઈટમાં 6 મહિનાના બાળકનો શ્વાસ થઈ ગયો બંધ, IAS ઓફિસરે આ રીતે બચાવ્યો જીવ

આ પણ વાંચો:Gandhi Jayanti/ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પ્રથમવાર ક્યારે છપાઈ?