જામનગર/ ડોમીનોઝ પીઝાના ગ્રાહકને અપાયેલા પાર્સલમાં માખી નીકળતાં ફૂડ તંત્ર દોડતું થયું

પીઝા પાર્લરમાં હાઇજેનિક કન્ડિશન અંગે ચેક કર્યા પછી રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો

Gujarat Others
ડોમીનોઝ

@સાગર સંઘાણી  

જામનગરમાં તળાવની પાળે આવેલા  બ્રાન્ડેડ ડોમિનોઝ પિઝા ના પાર્લર માંથી ગ્રાહકને અપાયેલા પાર્સલમાં મરેલી માખી જોવા મળતાં ફરિયાદ કરાયા પછી ફૂડ વિભાગ દોડતું થયું હતું, અને પીઝા પાર્લરમાં હાઈજેનિક કન્ડિશન અંગે ચેકિંગ હાથ ધર્યા પછી પીઝા પાર્લરના સંચાલક ને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જામનગરમાં લાખોટા તળાવની પાળ પર આવેલા ડોમિનોઝ પિઝા ના આઉટલેટ કે જેમાં એક ગ્રાહકે ગઈકાલે પિઝાનો ઓર્ડર કર્યો હતો. જે પીઝા ઘરે આવ્યા બાદ ખોલીને ચેક કરતાં તેમાં મરેલી માખી જોવા મળી હતી.

જેથી ગ્રાહક દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને આ અંગેની ફરિયાદ કરીને સેમ્પલ રજૂ કરવામાં આવ્યું હતું.જે સેમ્પલ ના અનુસંધાને મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટુકડી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખીને તળાવની પાળ પર આવેલા ડોમિનોઝ પિઝા ના આઉટલેટ પાર્લરમાં પહોંચી હતીઝ અને હાઈજેનિક કન્ડિશન અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેના સંચાલકને સ્વચ્છતા અંગેની જરૂરી સૂચનાઓ અપાયા પછી તેઓને રૂપિયા ૧૦,૦૦૦નો હાજર દંડ ફટકારવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ડોમીનોઝ પીઝાના ગ્રાહકને અપાયેલા પાર્સલમાં માખી નીકળતાં ફૂડ તંત્ર દોડતું થયું


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ