Cricket/ પૂર્વ ખેલાડીએ આપી પાકિસ્તાનને સલાહ, કહ્યુ- હવે બંદૂકો નહી પણ ફટાકડા ખરીદી લો

કોરોનાનાં કહેર છતાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશ અને દુનિયામાં આતીશબાજી કરવામાં આવી હતી. આ દરમ્યાન પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી.

Sports
1 2022 01 02T072230.415 પૂર્વ ખેલાડીએ આપી પાકિસ્તાનને સલાહ, કહ્યુ- હવે બંદૂકો નહી પણ ફટાકડા ખરીદી લો

કોરોનાનાં કહેર છતાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશ અને દુનિયામાં આતીશબાજી કરવામાં આવી હતી. આ દરમ્યાન પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમ્યાન કેટલાક લોકોએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. પાકિસ્તાનનાં મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમ તેને લઈને ઘણા ગુસ્સે જોવા મળ્યા હતા. અકરમે પોતાના દેશનાં લોકોને સલાહ આપી કે લોકો હવામાં ફાયરિંગ કરવાને બદલે ફટાકડા ખરીદે અને તેનો સેલિબ્રેશન માટે ઉપયોગ કરે.

આ પણ વાંચો – જિતેગા ભારત ! / દ્રવિડ કોહલી ફટકારી ચૂક્યા છે વાંડરર્સ મેદાન પર સદી, અહીં ચાલે છે ભારતનો જ સિક્કો !

ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને બાળકોને તેના વિશે દેખાડો ન કરવાની અપીલ કરી હતી. જણાવી દઇએ કે, ઉજવણી દરમ્યાન કરાચીમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. તેમણે એમ પણ કહ્યું કે અમે હજુ પણ એ જ કરી રહ્યા છીએ જે 70 નાં દાયકામાં કરતા હતા. અકરમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર વીડિયો શેર કરતાં તેમણે કહ્યું, ‘તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું તમને લોકોને પણ એક અપીલ કરવા માંગુ છું. તમારે તમારા બાળકોને દેખાડો કરવાનું બંધ કરવાનું શીખવવું જોઈએ, કારણ કે નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાં બંદૂકની ગોળીઓ શરૂ થઈ ગઈ હતી. હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વિનંતી કરવા માંગુ છું – શું આપણે આપણા બાળકોને દેખાડો બંધ કરવાનું શીખવી શકીએ? હું શા માટે દેખાડો કરું છું? મધરાત થતાં જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. તમે કોઈ મોટા રેમ્બો નથી, જાવ કેટલાક ફટાકડા ખરીદો જેમ કે મેં મારી દીકરી માટે ખરીદ્યા છે.’

પાકિસ્તાનનાં કરાચીમાં નવા વર્ષની ઉજવણી લોકો માટે શોક લાવી હતી. ઉજવણી દરમ્યાન કેટલાક લોકોએ હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા હતા. કરાચીમાં આવી ગોળીબારી પર પ્રતિબંધ હતો, તે પછી પણ આવું થયું. આ અંગે અકરમે વધુમાં કહ્યું કે, જો હવામાં છોડવામાં આવેલી ગોળી નીચે આવે છે તો તે કોઈપણ માટે જીવલેણ બની શકે છે. ભૂતપૂર્વ પેસરે કહ્યું, ‘યાદ રાખો, હવામાં છોડવામાં આવેલો શોટ આખરે નીચે આવે છે અને જ્યારે તે નીચે આવે છે ત્યારે તે કોઈને પણ ઈજા પહોંચાડી શકે છે. તે તમારા સંબંધી અથવા રસ્તા પર પસાર થનાર વ્યક્તિ હોઈ શકે છે. આપણે એક રાષ્ટ્ર તરીકે વિકાસ કરવો જોઈએ. આપણે 70 નાં દાયકામાં જે કરતા હતા તે જ કરી રહ્યા છીએ. હું આશા રાખું છું કે તમે લોકો મારા સંદેશને યોગ્ય રીતે સમજી શકશો.