Not Set/ કોહલી અને ધોનીનો Funny વીડિયો વાયરલ, જોઇને તમે પણ કહેશો વાહ ગુરુ…

વિરાટ કોહલી અને એમએસ ધોનીનો એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી અને એમએસ ધોની એક સાથે જબરદસ્ત જુગલબંધી સાથે ગાતા નજરે પડે છે….

Sports
sssss 58 કોહલી અને ધોનીનો Funny વીડિયો વાયરલ, જોઇને તમે પણ કહેશો વાહ ગુરુ...

વિરાટ કોહલી અને એમએસ ધોનીનો એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી અને એમએસ ધોની એક સાથે જબરદસ્ત જુગલબંધી સાથે ગાતા નજરે પડે છે.

જણાવી દઇએ કે, વિરાટ કોહલી અને એમએસ ધોનીનો એક એડિટેડ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બન્ને બોલિવૂડનું ખૂબ જ રોમેન્ટિક સોન્ગ ‘મેરે સામનેવાલી ખિડકી મે એક ચાંદ કા ટુકડા રહેતા હૈ’ ગીત પર જબરદસ્ત એક્સપ્રેશન આપતા જોવા મળે છે.

Instagram will load in the frontend.

આ વીડિયોમાં વિરાટ કોહલી અને એમએસ ધોનીનો અંદાજ જોવા જેવો છે. જણાવી દઇએ કે, આ વીડિયોમાં, પડોસનનાં ગીત મેરે સામનેવાલી ખિડકી… મે એક ચાંદ કા ટુકડા વાગી રહ્યુ છે અને કિશોર કુમારનાં ચહેરા પર ફેસ રિપ્લેસ એપ કરી ધોનીનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે અને વિરાટનો ચહેરો સુનિલ દત્તનાં ચહેરા પર રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે. વીડિયોનાં અંતમાં અનુષ્કા શર્માનો ચહેરો સાયરા બાનુનાં ચહેરા પર રિપ્લેસ કરવામાં આવ્યો છે. આ વિડિઓ શેરચેટ એપ્લિકેશન દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, સૌથી રસપ્રદ વાત એ છે કે જે કોઈ આ વીડિયો જોઈ રહ્યા છે, તે એક જ શબ્દ નીકાળી રહ્યા છે, આ એડિટિંગ કરનાર ભાઈએ ગજબનું એડિટિંગ કરી દીધુ છે. વળી, અન્ય યૂઝર્સે કહ્યું, તેને કોઇ એવોર્ડ આપો. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો છે અને વિરાટે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોમાં આ ખુશી શેર કરી છે, સાથે જ મીડિયાને તેણે વિનંતી કરી છે કે તેમની પર્સનલ સ્પેસની રિસ્પેક્ટ કરે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો