સુરત/ પ્રેમ પ્રકરણમાં ખેલાયો એસિડ એટેકનો ખેલ, જાણો શું છે આ સમગ્ર મામલો

પ્રેમ સંબંધને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જ્યાં એકાએક પત્ની પૂજા અને ભાવેશ દ્વારા પ્રિન્સ પર એસિડ ફેંકવામાં આવ્યુ હતું,…

Gujarat Surat
એસિડ

આજના ટેકનોલોજીના યુગમાં અનેક યુગલો એકબીજાના પ્રેમમાં પડતા હોય છે અને પોતાનું જીવન પણ આગળ ધપાવતા હોય છે, પરંતુ આ પ્રેમ પ્રકરણમાં અમુક કિસ્સો એવા પણ હોય છે, જેમાં ક્યારેય હત્યા કે એસિડ એટેક જેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ જ પ્રકારની એક ઘટના ડાયમંડ સીટી કહેવાતા સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં શહેરના ગોડાદરા વિસ્તારમાં પતિ-પત્નીએ મળી પ્રેમી પર એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :કાગડાપીઠમાં PSIના ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત

આ ઘટનાની વાત કરીએ તો, સુરતના ગોડાડરા મહારાણા ચોક ખાતે રહેતા ભાવેશ મેવાડાના લગ્ન પૂજા નામની યુવતી સાથે થયા હતા. આ પહેલા પ્રિન્સ સાહુ નામનો શખ્સ તેમની દુકાનમાં કપડા આપવા આવ્યો હતો, ત્યાર બાદ પ્રિન્સ અને ભાવેશ વરચે મિત્રતા કેળવાઈ હતી. ધીરે ધીરે પ્રિન્સ ભાવેશની દુકાન પર બેસવા લાગ્યો હતો. આ દરમિયાન પ્રિન્સની મિત્રતા પૂજા મેવાડા સાથે થઈ હતી. બંને દુકાન પર વાતોમાં મશગૂલ રહેતા. તેમજ ઘરે ગયા બાદ પણ ફોન પર વાતો પણ કરતા હતા.

આ પછી યુવતીના પત્ની ના પતિને શંકા ગઈ હતી કે, પૂજા અને પ્રિન્સ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ પ્રેમ સંબંધને લઈ પતિ પત્ની વરચે અવારનવાર ઝઘડો ચાલતો આવતો હતો. આ જ સમયે ભાવેશે પૂજાને કહ્યું હતું કે, ‘જો તું પ્રિન્સને પ્રેમ ન કરતી હોય તો તેના પર એસિડ એટેક કર.’

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

પોતાના પતિની આ વાતને લઈ પૂજા એસિડ એટેક કરવા માટે તૈયાર થઈ ગઈ હતી, ત્યારે આ અરસામાં પ્રિન્સ દુકાન પર પહોંચ્યો હતો. જ્યાં ભાવેશ અને પ્રિન્સ વચ્ચે પૂજા સાથેના પ્રેમ સંબંધને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જ્યાં એકાએક પત્ની પૂજા અને ભાવેશ દ્વારા પ્રિન્સ પર એસિડ ફેંકવામાં આવ્યુ હતું, જેમાં પ્રિન્સ ઘાયલ થઇ ગયો હતો.

આ ઘટના બાદ ઘાયલ થયેલા પ્રિન્સ અને ભાવેશને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા, ત્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે બંને પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ

આ પણ વાંચો :લક્ષ્મીસરના સરપંચના પરિવારે સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન હડપી લીધી હોવાની રાવ કરાઈ