Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પને મળી મોટી રાહત, સેનેટમાં મહાભિયોગથી નિર્દોષ છુટ્યા

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. આખરે તેઓ આ મહાભિયોગથી નિર્દોષ છૂટી ગયા છે. લગભગ બે અઠવાડિયાનાં ટ્રાયલ પછી, યુએસ સેનેટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા. આપને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર સત્તાનો દુરુપયોગ અને કોંગ્રેસને અડચણરૂપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ […]

Top Stories World
Donald Trump1 ડોનાલ્ડ ટ્રમ્પને મળી મોટી રાહત, સેનેટમાં મહાભિયોગથી નિર્દોષ છુટ્યા

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. આખરે તેઓ આ મહાભિયોગથી નિર્દોષ છૂટી ગયા છે. લગભગ બે અઠવાડિયાનાં ટ્રાયલ પછી, યુએસ સેનેટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા. આપને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર સત્તાનો દુરુપયોગ અને કોંગ્રેસને અડચણરૂપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બંને કિસ્સાઓમાં સેનેટે તેમને ક્લિનચીટ આપી દીધી છે. યુ.એસ.ની ચૂંટણી પહેલા આ ક્લિનચીટ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.

બુધવારે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગ પ્રક્રિયામાં ટ્રમ્પ વિરુદ્ધ સત્તાનાં દુરૂપયોગમાં 48-52 મતો દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા આરોપમાં ટ્રમ્પ 47-53 મતે જીત્યા હતા. સેનેટર મિટ રોમી એકમાત્ર સેનેટર હતા જેમણે તેમની પાર્ટી વિરુદ્ધ મત આપ્યો હતો. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાથી હટાવવાની તરફેણમાં મત આપ્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ ત્રીજી મહાભિયોગ પ્રક્રિયા હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે.

જણાવી દઇએ કે, વ્હાઇટ હાઉસમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને દૂર કરવા 67 મતોની જરૂર હતી. ટ્રમ્પ પર મુખ્યત્વે બે આરોપ મૂકવામાં આવ્યા હતા. પહેલો આરોપ એવો હતો કે, ટ્રમ્પે 2020 ની સામાન્ય ચૂંટણીમાં રાજનીતિક લાભ મેળવવા માટે યૂક્રેનનો રાજનીતિક ઉપયોગ કર્યો જેથી તે પોતાના હરીફ જો બિડેનને બદનામ કરી શકે. બીજો આરોપ એવો હતો કે મહાભિયોગની તપાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગૃહને સહકાર આપ્યો ન હતો. પરંતુ આ બંને કેસોમાં ડોનાલ્ડ ટ્રમ્પને ક્લિનચીટ મળી ગઈ હતી અને તે આરોપોથી નિર્દોષ છૂટી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.