રાજકોટ/ આરોગ્ય ટીમ દ્વારાયાજ્ઞિક રોડ પર ખાણી-પીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

આ સાથે  જ 20 ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા.

Gujarat Rajkot
Untitled 305 7 આરોગ્ય ટીમ દ્વારાયાજ્ઞિક રોડ પર ખાણી-પીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

રાજયમાં  મહાનગરોમાં   નોનવેજની  લારીઑ   ને જાહેર સ્થળ પર ઊભા રેહવાની  મનાઈ ફરમાવવામાં આવી છે . ત્યારે  કોર્પોરેશન  ની  આરોગ્ય  ટીમ દ્વારા  દ્વારા  આજે હાલ મેહુલ્સ કીચન,સન્ની પાજી દા ઢાબા સહિત યાજ્ઞિક રોડ પર 14 ધંધાર્થીઓ પર  ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ખાદ્યચીજોની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે  જ 20 ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Child Soldiers / પશ્ચિમ આફ્રિકામાં સૌથી વધુ બાળ સૈનિકોની સંખ્યા

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા નારાયણનગર મેઇન રોડ પર તુલશી ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, હસન વાડી મેઇન રોડ પર બલરામમાંથી મિક્સ દૂધ, કેશર વિજય ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, અમૃત ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, નિલકંઠ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, ગાયત્રી નગર મેઇન રોડ પર રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, વાણીયા વાડી મેઇન રોડ પર મહેશ ડેરી ફાર્મમાંથી મિક્સ, ઓનેસ્ટ ડેરીમાંથી મિક્સ, કોઠારીયા કોલોનીમાં વિકાસ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, લક્ષ્મીવાડી મેઇન રોડ પર ધર્મપ્રિય ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, મિલપરા મેઇન રોડ પર વૃંદાવન ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સોરઠીયાવાડી મેઇન રોડ યોગેશ ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધ, 80 ફૂટ રોડ પર ભારત ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, કોઠારીયા મેઇન રોડ પર તિરૂપતી ડેરી ફાર્મમાંથી ભેંસનું દૂધ, બોલબાલા માર્ગ પર સિતારામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, શ્રીનાથજી ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, શિવમ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, હસનવાડીમાં તિરૂપતિ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સહકાર મેઇન રોડ પર અશોક ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને નવનીત ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો ;નિર્ણય / ખેડૂતોએ સંસદ સુધી ટ્રેકટર માર્ચને સ્થગિત કરવાનો લીધો નિર્ણય…

ફૂડ વિભાગ દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત યાજ્ઞિક રોડ પર મેહુલ કિચન, બાલાજી ઘુઘરા, સની પાજી કા ડાબા, ન્યૂ રાજમંદિર કોલ્ડ્રીક્સ, જય ભવાની વડાપાંઉ, વિક્રમભાઇ ફૂડ ઝોન, શ્રી ચાઇનીઝ, પંજાબી એન્ડ પાઉંભાજી, દીપ સેન્ડવીચ, તિરૂપતિ ફૂડ, ન્યૂ બોમ્બે સ્ટાઇલ ભેળસેળવાળા, ક્રિષ્ના મારવાડી પાણીપુરી અને પ્રજાપતિ ઢોસા ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મળી આવેલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો.