જામનગર/ આ વિસ્તારમાં મકાનો થયા અત્યંત જર્જરિત, તંત્રની નોટિસ બાદ પણ લોકોએ કર્યું એવું કે….

જામનગર શહેરમાં થોડા સમય પહેલા ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આવાસનો એક બ્લોક ધારાશાહી થયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હતું અને જર્જરિત આવાસમાં રહેતા લોકોને નોટિસો પાઠવી, સુરક્ષિત જગ્યાએ ખસેડી જવા સૂચનાઓ આપી હતી.

Gujarat Others
Untitled 62 1 આ વિસ્તારમાં મકાનો થયા અત્યંત જર્જરિત, તંત્રની નોટિસ બાદ પણ લોકોએ કર્યું એવું કે....

@સલમાન ખાન 

જામનગર શહેરમાં અંધા આશ્રમ નજીક આવેલા 1404 આવાસ કે જે અત્યંત જર્જરિત બન્યા હોવાથી અને તમામ રહેવાસીઓને પોતાના મકાનો ખાલી કરી દેવા નોટિસ પાઠવી હોવા છતાં હજુ તેમાં વસવાટ ચાલુ રખાયો છે.તેમજ ચાલુ ચોમાસાની સિઝનમાં કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આવાસ ખાલી કરાવવા માટે મહાનગરપાલિકાની ટીમ ફરીથી નોટિસ પાઠવવા માટે પહોંચી હતી.ત્યારે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર, સરકાર આવાસના મકાનોને રીપેરીંગ કરાવી આપે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપેની માંગ કરી હતી.

જામનગર શહેરમાં થોડા સમય પહેલા ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આવાસનો એક બ્લોક ધારાશાહી થયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હતું અને જર્જરિત આવાસમાં રહેતા લોકોને નોટિસો પાઠવી, સુરક્ષિત જગ્યાએ ખસેડી જવા સૂચનાઓ આપી હતી.પરંતુ સવાલ એ છે કે, રોજનું કમાઈ રોજ ખાતા પરિવારો જાય તો જાય ક્યાં? અને એ વાત પણ સત્ય છે કે, ગરીબ પરિવારો પાસે વૈકલ્પિક વ્યવસ્થા હોય તો તેઓ જીવ ના જોખમે અહીં વસવાટ ન કરતા હોય. કારણ કે, આપણે સૌ જાણીએ છીએ કે જીવ સૌ કોઈને વ્હાલો હોય. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના અધઆશ્રમ પાસેની જર્જરિત આવાસ કોલોનીમાં પહોંચી હતી.અને સ્થાનિકો રહેવાસીઓને ભયજનક મકાનોમાંથી દૂર ખસી જવા તાકીદ કરવામાં આવી હતી.

આ સમયે કેટલાક રહેવાસીઓએ આવાસ રીપેરીંગ કરી આપવાની માગણી મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ કરવામાં આવી હતી.. જોકે મહાનગરપાલિકા દ્વારા જ્યારે આ આવાસ બનાવીને સોંપવામાં આવ્યા ત્યારે તેઓની પોતાની મેન્ટેનન્સની જવાબદારી હોવાના એમઓયુ થયા હોવાનું અધિકારી જણાવે છે. હાલમાં 1404 આવાસના મકાનો જર્જરિત બન્યા છે અને વરસાદી સિઝનમાં ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. જ્યાં જામનગર મહાનગરપાલિકાની ટીમ ફરીથી દોડતી થઈ છે અને સ્થાનિક રહેવાસીઓને આવાસો ખાલી કરી દેવા નોટીસ પાઠવવામાં આવી રહી છે.

1404 આવાસમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા માત્ર 4 થી 5 દિવસમાં મકાન ખાલી કરી દેવા અથવા રીપેરીંગ કામ કરાવી લેવા નોટિસ પાઠવવામાં આવી છે.ત્યારે અહીં કોઈ સક્ષમ પરિવાર વસવાટ નથી કરતો.તમામ મકાનોમાં વર્ષોથી ગરીબ લોકો જ રહે છે. અને રોજનું કમાઈ રોજ ખાય છે. જીવ ના જોખમે કોઈ વ્યક્તિ ન વસવાટ કરે, ત્યારે સ્થાનિકોનું સરકાર પાસે સવાલ છે કે, અમે જઈએ તો જઈએ ક્યાં?

મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે નોટિસ પાઠવવા પહોંચ્યું ત્યારે કેટલાક મકાન માલિકો બહાર હોવાથી તેના દરવાજા પર નોટિસ ચીપકાવી દેવામાં આવી છે.જ્યારે જે લોકો હાજર હતા તેઓને હાથો હાથ નોટિસ આપવામાં આવી હતી.તે સમયે થોડો દેકારો પણ થયો હતો.આખરે મહાનગરપાલિકાએ અંધાઆશ્રમ નજીક આવેલા 1404 આવાસને નોટિસ તો આપવામાં આવી છે.પરંતુ ત્યાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ લોકોએ તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે.માત્ર નોટિસ પાઠવી પોતાની કામગીરી પૂર્ણ કરી લેતું તંત્ર જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે દોડતું થાય છે. અને સરકાર કોઈપણ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત કે મૃતકો ના પરિવારને સહાય જાહેર કરે છે. ત્યારે જીવિત વ્યક્તિને જો હાલ કોઈ સુરક્ષિત આશરો મળી રહે તે માટે પણ સરકાર જો થોડી પણ સહાય અથવા મદદ કરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો:યાત્રાધામ દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને નોટિસ, ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે પાઠવી નોટિસ

આ પણ વાંચો:ગાંધીનગરમાં સેમીકોન ઈંડિયા 2023નું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહી આ મોટી વાત

આ પણ વાંચો:સુરત પોલીસે વિદેશી કરન્સીનું બ્લેકમાં હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું, ત્રણે ઈસમોની 19.92 લાખની વિદેશી કરન્સી સાથે ધરપકડ

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું