ગુજરાત/ વિધાનસભા ગૃહમાં ઉછળ્યો સિંહના મોતનો મુદ્દો, છેલ્લા 2 વર્ષમાં થયા આટલા મોત

બે વર્ષમાં 29 સિંહના અકસ્માતથી અને 254 સિંહોના કુદરતી મૃત્યુ મળીને કુલ 283 સિંહો મૃત્યુ પામ્યા છે. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં સિંહોના મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

Top Stories Gujarat Others
સિંહના
  • વિધાનસભા ગૃહમાં સિંહના મોતનો મુદ્દો
  • ફરી ગૃહના સિંહના મોત અંગે પૂછ્યો પ્રશ્ન
  • છેલ્લા 2 વર્ષમાં 283 સિંહોના મોત
  • 29 સિંહોના અકસ્માતમાં મોત થયા
  • 254 સિંહોના કુદરતી રીતે મોત
  • બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો

રાજ્યમાં સિંહ, સિંહણ, બાળસિંહ, દીપડા અને દીપડાના બચ્ચાંના મોત બાબતે નવા આંકડાઓ આવ્યા સામે આવ્યા છે. તાજેતરમાં રાજ્યના ગીર અભ્યારણ્યમાં 345 અને ગીર અભ્યારણ્યની બહાર 674 સિંહો છે. તે પૈકી 206-નર, 309-માદા, 29-બચ્ચાં, 130-વણઓળખાયેલ સિંહો અને બચ્ચાઓ છે. બે વર્ષમાં 29 સિંહના અકસ્માતથી અને 254 સિંહોના કુદરતી મૃત્યુ મળીને કુલ 283 સિંહો મૃત્યુ પામ્યા છે. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં સિંહોના મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

જામખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વન મંત્રીને પૂછેલા પ્રશ્નના રજૂ કરવામાં જવાબમાં જણાવવામાં આવ્યું કે રાજ્યમાં ગીર અભ્યારણમાં સિંહોની સંખ્યા 345 છે અને ગીર અભ્યારણની બહાર સિંહોની સંખ્યા 329 છે એટલે કુલ 674 જેટલાં સિંહો વસવાટ કરે છે જેમાં 206 નર, 309 માદા, 29 બચ્ચાં અને 130 વણ ઓળખાયેલા સિંહો છે.

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કરતા ખળભળાટ મચ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ગીર અભાયરણ્યમાં 72 સિંહના મૃત્યુ થયા છે. ધારાસભ્ય પ્રતાપ દુધાતના પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કરતા સામે આવ્યું હતું કે, હાલ ગીર અભયારણ્યમાં 345 સિંહ છે. છેલ્લા 2 વર્ષમાં 24 દીપડાના મૃત્યુ થયાની માહિતી પણ સરકારે આપી છે. એટલું જ નહીં, 2 વર્ષમાં 5 દીપડાના અકુદરતી રીતે મૃત્યુ થયા છે.

નોંધનીય છે કે, વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2018માં 59 જયારે વર્ષ 2019માં 79 સિંહ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી 11 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. તે જ રીતે વર્ષ 2018માં 54 સિંહ બાળ જયારે 2019માં 69 સિંહ બાળના મૃત્યુ થયા હતા. જેમાંથી 6 અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા. વર્ષ 2016 અને 2017માં 184 સિંહ મૃત્યુ પામ્યા તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા. એશિયાટિક સિંહોનાં મૃત્યુના આંકડાઓને સતત ચિંતાનો વિષય બની રહ્યો છે.

આ પણ વાંચો :વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીને લઈ મચ્યો હોબાળો, આંતરિક વિખવાદને કારણે ખેડૂતો હેરાન

આ પણ વાંચો : મહુવામાં પાકની રક્ષા બની જીવલેણ, વીજ કરંટ ખેડૂતનું કમકમાટીભર્યું મોત

આ પણ વાંચો :હોળી ધૂળેટીને લઈને મહત્વનો નિર્ણય, અમદાવાદની આ ક્લબોમાં આ વર્ષે પણ નહીં થાય ઉજવણી

આ પણ વાંચો :હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર