ગુજરાત/ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, આ સિટીમાં જ 15 દિવસમાં થઈ 11 હત્યા

અત્યંત શાંત અને સુશિક્ષિતિ ગણાતા ગુજરાતમાં કરપીણ હત્યા સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સુરતમાં ખુલ્લેઆમ યુવતીનું ગળું કાપીને કરાયેલી હત્યાનો લોહિયાળ વીડિયોએ રાજ્યને હચમચાવી દીધું છે.

Gujarat Others
ગુજરાતમાં

અત્યંત શાંત અને સુશિક્ષિતિ ગણાતા ગુજરાતમાં કરપીણ હત્યા સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સુરતમાં ખુલ્લેઆમ યુવતીનું ગળું કાપીને કરાયેલી હત્યાનો લોહિયાળ વીડિયોએ રાજ્યને હચમચાવી દીધું છે. માત્ર સુરતમાં જ 15 દિવસમાં 11 હત્યાઓ થઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીના હોમ-ટાઉનમાં જ હત્યાનો સિલસિલો શરૂ થયો છે. મંત્રીના કુટુંબી કાકાનો પણ તેમાં સમાવેશ થાય છે. ધંધુકાના ભરવાડ યુવાનની પણ ભરબજારે ગોળીમારીને કરાયેલી હત્યાએ પણ હિન્દુસમાજને હચમચાવી મૂક્યો હતો. અનેક શહેરોએ બંધ પાળ્યો હતો.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત, સુરતના એક જ પરિવારના 5 સહિત 6 લોકોના મોત

વિદેશમાં ઘૂસવાના નામે વધેલા ઠગાઇના બનાવો

શિક્ષિત યુવકોમાં બેરોજગારીએ લીધેલો ભરડો અને વિદેશમાં સ્થાયી થવાની ઘેલશાએ એક તરફ માજા મૂકી છે. તો બીજી તરફ ઠગાઇ કરીને નાણાં પડાવનારાઓની સંખ્યા પણ વધતી જાય છે,  બે દિવસ પહેલાં જ હોટેલમાં ગોંધી રાખેલા 15 લોકોને પોલીસે છોડાવ્યા છે, તેમાંથી બે યુવકો આકાશ પટેલ અને રાજેશ પટેલ  ન્યુ રાણીપ, અમદાવાદના હતા. કલોકના ડિગુંસા ગામના જગદીશ પટેલ, તેમના પત્ની અને બે સંતાનો કેનેડામાં બરફ અને સખ્ત ઠંડીના કારણે અત્યંત કરૂણ રીતે મૃત્યુ પામતા રાજ્યઆખાએ આંચકો અનુભવ્યો હતો. લેભાગુ એજન્ટ વિદેશ જવાઈચ્છનારાઓ પાસેથી કરોડો રૂપિયા પડાવે છે. અને ગેરકાયદેસર રીતે કેનેડા –અમેઘૂસાડવાનીની કરતૂક કરે છે. તે બાબત અત્યંત નિંદાનીય છે.

ડ્રગ્સની હેરફેરીનું મહત્વનું કેન્દ્ર બની ગયેલું ગુજરાત

ગુજરાતમાં એક તરફ દારૂબંધી હોવા છતાં છૂટથી ઠેર ઠેર દારૂ વેચતો હોવાના સમાચારો વાંરવાર પ્રકાશમાં આવતા રહે છે. એવી જ રીતે કચ્છના બંદરો અને પાકસીમાં પરથી નશાજન્ય પદાર્થ પકડવાની ઘટનાઓ પણ હવે રોજીંદી બનવા માંડી છે. દેશભરમાં કે વિદેશ મોકલવાના નશાજન્ય પદાર્થોની હેરાફેરીનું મહત્વનું કેન્દ્ર હવે ગુજરાત બનવા માંડ્યું છે. ‘ઉડતા પંજાબ’ની જેમ હવે ‘ઉડતા ગુજરાત’ બની જશે તેવી આશંકા પણ વ્યક્ત થવા માંડી છે. આ બાબત અત્યંત ગંભીર છે અને તેના ભવિષ્યમાં ઘણા ખરાબ પ્રત્યયઘાતો પડશે તે નિશ્ચિત છે.

આમ ચૂંટણીના વર્ષમાં જ હત્યા, વિદેશમાં ઘૂસાડવાના નામે  ઠગાઇ, ડ્રગ્સનો રોજે રોજ પકડાતો જથ્થો જ નહીં લૂંટ, ચોરી, નાની બાળકીઓ પરના બાળાત્કાળના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. જે બાબતો સરકાર અને શાંતિ ઇચ્છતા નાગરિકો માટે ચિંતા ઉપજાવનારી છે.

આ પણ વાંચો :આર્કિટેક્ટ એશો. પ્રમુખ કિરીટ પટેલની ધરપકડ, વુડાના મહિલા અધિકારીએ લગાવ્યા આરોપ

આ પણ વાંચો :ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્રનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, જાણો કેમ કરી હત્યા

આ પણ વાંચો :વાયુ યોદ્ધાઓ કોઇપણ પડકારો ઝીલવા માટે અને કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે : એર માર્શલ

આ પણ વાંચો :૭૮ વર્ષના વડીલના ફેફસામાંથી ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કઢાયો