PSL 2022/ આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

પાકિસ્તાન સુપર લીગ (PSL 2022)ની 15મી મેચમાં ચોક્કા અને છક્કાનો ભારે વરસાદ પડી રહ્યો હતો. સોમવારે ક્વેટા ગ્લેડીયેટર્સ અને લાહોર કલંદર્સ વચ્ચે રમાયેલી મેચમાં બંને ટીમોએ 200+ રન બનાવ્યા હતા.

Sports
1 2022 02 08T084729.813 આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

પાકિસ્તાન સુપર લીગ (PSL 2022)ની 15મી મેચમાં ચોક્કા અને છક્કાનો ભારે વરસાદ પડી રહ્યો હતો. સોમવારે ક્વેટા ગ્લેડીયેટર્સ અને લાહોર કલંદર્સ વચ્ચે રમાયેલી મેચમાં બંને ટીમોએ 200+ રન બનાવ્યા હતા. રોમાંચક મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સનો સાત વિકેટે વિજય થયો હતો અને આ જીતનો હીરો જેસન રોય હતો.

આ પણ વાંચો – IPL / IPLની નવી ફ્રેન્ચાઈઝીનું નામ અમદાવાદ ટાઇટન્સ રખાયું, IPL 2022 માટે 10 ટીમોના નામ જાહેર કરાયા

ઈંગ્લેન્ડનાં આ ધમાકેદાર બેટ્સમેને માત્ર 57 બોલમાં 116 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે કુલ 11 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. સ્થિતિ એવી હતી કે રોયે બાઉન્ડ્રીથી માત્ર 92 રન બનાવ્યા હતા. લાહોર કલંદર્સ તરફથી ફખર જમાન સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો, જેણે 70 રન બનાવ્યા. ક્વેટા ગ્લેડીયેટર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફખર ઝમાન અને અબ્દુલ્લા શફીકે પણ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ઝડપી 61 રનની ભાગીદારી કરી હતી. ત્યારપછી ક્વેટા ગ્લેડીયેટર્સ પાછા આવ્યા, પરંતુ અંતે હેરી બ્રૂક્સ અને ડેવિડ વેઈઝે કેટલાક સુંદર શોટ રમ્યા. હેરીએ અણનમ 41 અને વેઈસે અણનમ 22 રન બનાવ્યા હતા. હેરીએ માત્ર 17 બોલ રમ્યા જ્યારે વેઈસે 9 બોલનો સામનો કર્યો. આ બંનેની બેટિંગનાં દમ પર લાહોર કલંદર્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 204 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – Swimming World Championships 2022 / આ દેશમાં વર્લ્ડ સ્વિંમિંગ ચેમ્પિયનશીપ યોજાશે,જાણો વિગત

ક્વેટા ગ્લેડીયેટર્સ માટે જેસન રોયે શરૂઆતથી જ સારી બેટિંગ કરી હતી. અશાન અલી સાત રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તે પછી જેમ્સ વિન્સે રોયને સારો સાથ આપ્યો હતો. રોય 116 રન બનાવીને આઉટ થયો હતો. વળી, વિન્સ 49 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. મોહમ્મદ નવાઝે 12 બોલમાં 25 રન બનાવ્યા હતા. ક્વેટા ગ્લેડીયેટર્સે 19.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 207 રન બનાવીને મેચ જીતી લીધી હતી.