World Cancer Day/ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે ‘વિશ્વ કેન્સર દિવસ’, શું છે તેનું મહત્વ, જાણો

વિશ્વ કેન્સર દિવસ એક આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે….

Health & Fitness
PICTURE 4 27 દર વર્ષે 4 ફેબ્રુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે 'વિશ્વ કેન્સર દિવસ', શું છે તેનું મહત્વ, જાણો

વિશ્વ કેન્સર દિવસ એક આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, આ દિવસ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને તેના નિવારણ, ઓળખ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે, વિશ્વ કેન્સર દિવસનું નેતૃત્વ એસોસિએશન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા કરવામાં આવે છે અને તેનો હેતુ ઘણા લોકોને કેન્સર વિશે જાગૃત કરવાનો છે. એક અનુમાન મુજબ 2005 માં 7.6 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત અને વૈશ્વિક સ્તરે આ રોગના ફેલાવાથી દરેક ચિંતિત છે. આ દિવસે વિવિધ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા કેન્સરને રોકવા માટે વિવિધ અભિયાનો શરૂ કરાયા છે. જણાવી દઇએ કે, આ દિવસે વિવિધ સ્થળોએ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસની શરૂઆત 2000 માં કેન્સર વિરુદ્ધ પેરિસમાં પ્રથમ વિશ્વ શિખર સમ્મેલન આયોજીત કરવામાં આવ્યુ હતુ.

આ વર્ષની થીમ છે I’m I’ll

દર વર્ષે, કેન્સર દિવસમાં એક થીમ રાખવામાં આવે છે અને સમગ્ર વર્ષ દરમિયાન, આ થીમ મુજબ કેન્સરને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ કેન્સર ડે 2021 ની થીમ ” I’m I’ll” છે અને તેનો અર્થ એ છે કે, દરેકમાં કેન્સર સામે લડવાની ક્ષમતા છે. તે બહુ-વર્ષીય અભિયાન છે જેની શરૂઆત 2019 માં થઈ હતી.

જાણો સૌથી વધુ ફેલાય તેવા કયા પ્રકારનાં કેન્સર છે

1) સર્વાઇકલ કેન્સર

2) બ્રેસ્ટ કેન્સર

3) બ્લડ કેન્સર

4) સ્કિન કેન્સર

5) બ્રેન કેન્સર

6) બોન કેન્સર

7) પ્રોસ્ટેટ કેન્સર

8) પૈનક્રિયાટિક કેન્સર

9) લંગ કેન્સર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો