કોરોના/ મેયરે લીધી કોવિડ હોસ્પીટલની મુલાકાત

પીપીઈ કીટ પહેરી હોસ્પીટલના તમામ વોર્ડની લીધી મુલાકાત
વધુમાં મેયરે હોસ્પીટલના તબીબો પાસેથી વધુ વિગત મેળવી

Gujarat Vadodara
vlcsnap 2021 03 20 18h51m19s779 મેયરે લીધી કોવિડ હોસ્પીટલની મુલાકાત

વડોદરામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.  જેને લઈને મનપા દ્વારા શહેરમાં રાત્રી કર્ફ્યું લાગુ કર્યો છે. ત્યારે વડોદરાના નવીન મેયર દ્વારા કોવિડ હોસ્પીટલની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ કોવિડ હોસ્પીટલ નવીન મેયર દ્વારા મુલાકાત લીધી તે સમયે તેઓએ મેયર દ્વારા પણ પીપીઈ કીટ પહેરીને કોવિડ હોસ્પીટલની વ્યવસ્થાની પણ ચકાસણી કરી હતી. તેમજ વધુમાં મેયરે કોવિડ હોસ્પીટલના તબીબો પાસેથી પણ માહિતી મેળવી હતી.

આ પણ વાંચો:નાનકડું કારેલી ગામ ‘મહાત્મા ગાંધી અમર રહો’ ના નાદથી દેશભક્તિના રંગે રંગાયું

vlcsnap 2021 03 20 18h52m56s336 મેયરે લીધી કોવિડ હોસ્પીટલની મુલાકાત

રાજ્યમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિને પહોચી વળવા મહાનગરોમાં રાત્રી ૯ થી ૬ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. જેથી કોરોના સંક્રમણ ફેલાતો અટકાવી શકાય. વડોદરાના મેયર કેયુર રોકડિયાએ વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પીટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. નવીન મેયરે વડોદરાની કોવિડ હોસ્પીટલમાં પીપીઈ કીટ પહેરીને સમગ્ર હોસ્પીટલના દરેક વોર્ડની મુલાકાત લીધી હતી. તેમજ મેયર દ્વારા કોવિડ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં તેમજ અન્ય વોર્ડમાં દાખલ દર્દીઓ માટે કરાયેલ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું.  તેમજ વધુમાં મેયર દ્વારા ગોત્રી હોસ્પીટલના તબીબ પાસેથી વધુ માહિતીમેળવી હતી.